સેનેટ વેલફેરની માટે ઉમેદવારો તૈયાર પરંતુ કોઇ ચૂંટણી કરાવવા માટે તૈયાર નથી
ગુજરાત યુનીવર્સીટીમાં યોજાનારી વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેરની ચુંટણી માટે નીમવામાં આવેલા 15 ચુંટણી અધિકારીઓએ ફરી એકવાર રાજીનામાં આપી દેતા ચુંટણી યોજાશે કે તેમ એ વાતને લઈ અનેક તર્ક વિતર્કો પેદા થયા છે. પેદા થયેલી સ્થિતિ જોતા એકવાર ફરીથી ચુંટણી ખોરંભે ચઢે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેરની ચુંટણી માટે મતદાર યાદીના નામને લઈને ABVPના કાર્યકરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.
અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત યુનીવર્સીટીમાં યોજાનારી વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેરની ચુંટણી માટે નીમવામાં આવેલા 15 ચુંટણી અધિકારીઓએ ફરી એકવાર રાજીનામાં આપી દેતા ચુંટણી યોજાશે કે તેમ એ વાતને લઈ અનેક તર્ક વિતર્કો પેદા થયા છે. પેદા થયેલી સ્થિતિ જોતા એકવાર ફરીથી ચુંટણી ખોરંભે ચઢે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેરની ચુંટણી માટે મતદાર યાદીના નામને લઈને ABVPના કાર્યકરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.
સરળતાથી મળતો સસ્તો નશો: આંતરડા, લિવર અને હાકડાને પહોંચાડે છે મોટુ નુકસાન
આ સમયે ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ, ઉપકુલપતિ અને રજીસ્ટ્રાર ગેરહાજર હોવાને કારણે ABVP એ મતદાર યાદીમાં છબરડા અંગેની ઉગ્ર રજૂઆત ચુંટણી અધિકારીને કરી હતી. આ ઘટના બાદ ચુંટણી અધિકારી સહીત તમામ અધિકારીઓએ ફરી એકવાર ચુંટણી પ્રક્રિયામાંથી રાજીનામાં ધરી દીધા છે. ચુંટણી અધિકારીઓએ રાજીનામાં આપવા મજબુર કરાય છે. ABVP મતદાન ન થાય તેવું ઈચ્છે છે તેવા આક્ષેપો સાથે NSUIએ ABVPના કાર્યકરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. તો મતદારોએ ફોર્મ સાથે ઓળખપત્ર જોડાવું ફરજીયાત હતું તો પણ મતદાર યાદીમાં મીનીસ્ટર હાઉસના એડ્રેસ સાથેની યાદી કેવી રીતે જાહેર થઈ તે બાબતે અનેક સવાલ ઉભા કર્યા છે. આ પ્રકારની યાદી પાછળ NSUIને લાભ પહોંચાડવાનો હેતુ હોવાનો આક્ષેપ ABVPએ કર્યા છે.
જ્યારે અમદાવાદનાં રસ્તાઓ પર પ્રજ્ઞાચક્ષુ લોકોએ ચલાવી ગાડી, લોકો આશ્ચર્ય ચકિત થયા
એક તરફ NSUI એ પોતાના ઉમેદવારો નક્કી કરી લીધા છે તો બીજી તરફ વિદ્યાર્થી સંગઠનોની ગેરવર્તણુકને કારણે ચુંટણી અધિકારીઓએ બીજીવાર રાજીનામાં આપ્યા છે. ત્યારે હવે ચુંટણીને લઈને આખરી નિર્ણય કુલપતિ લેશે તેવો મત ચુંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે બનેલી પાવર કમિટીએ રજુ કર્યો છે. આ સ્થિતિમાં હવે જોવાનું એ રહે છે કે 4 વર્ષ બાદ આખરે 1 માર્ચના રોજ જાહેર કરાયેલી ચૂંટણી યોજાશે કે એકવાર ફરીથી રદ્દ કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube