ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન ચાઈનીઝ દોરીના વેચાણ પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે હવે આકાશમાં પતંગ કાપવા માટે હવે કાચની મદદથી માંજાને ઘાતક બનાવવામાં આવી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ લુગદી અને ટ્યુબલાઈટના ઝીણા કાચનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે સોડાની બોટલના કાચનો ઉપયોગ કરવામાં આવે છે. વધારે પેચ કાપવા માટે વધારે પ્રમાણમાં કાચનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ કાચ અને માલસામાનથી તૈયાર કરેલી દોરી લોકો માટે જીવલેણ સાબિત થાય છે. આ દોરીથી આંગણીઓ ચિરાઈ જાય છે અને નાની બેદરકારીથી ગળુ પણ કપાઈ જાય છે. જેથી દોરીમાં થતો કાચનો ઉપયોગ બંધ કરાવવો ખૂબ જ જરૂરી છે.


ઉતરાયણમાં પતંગના આકાશી યુદ્ધમાં માંજો વધારે ઘાતક થયો છે. જી હા...ચાઇનીઝ માંઝા પર પ્રતિબંધ બાદ સુતરાઉ દોરાને રંગવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. પતંગબાજી દરમિયાન વધારે પેચ કાપવા માટે વધારે કાચનો ઉપયોગ કરી માંઝો ઘાતક બનાવાય છે. ચોખા, સોડા બોટલના કાચની મદદથી સાદા દોરા પર રંગ ચઢાવાય છે. શરૂઆતમાં લુગદી અને ટ્યુબ લાઇટના ઝીણા કાચનો ઉપયોગ થતો હતો. પરંતુ હવે સોડાની બોટલના કાચનો ઉપયોગ થઇ રહ્યો છે. યુપીના બરેલી લખનઉના કારીગરો માંઝાને ઘાતક બનાવે છે. કારીગરોએ મસાલો બનાવી ઘસીને તૈયાર કરેલ માંઝો ચાઇનીઝ માંઝા કરતાં વધારે ઘાતક સાબિત થયો છે.


કાચવાળી દોરી બંધ કરવાથી કોને નુકશાન?
કાચ વાળી દોરી બંધ કરવાથી અનેક લોકો કે જે લખનૌ, કાનપુર, બરેલીથી ગુજરાતમાં ફક્ત દોરી ઘસવા આવે છે. તેમની 12 મહિનાની રોજી રોટી છે. પતંગોત્સવ એ હિંદુ મુસ્લિમ એકતાનો તહેવાર છે. મુસ્લિમો પતંગ અને દોરી તૈયાર કરે છે અને સાથે જ હિંદુઓ પ્રેમથી તેને ખરીદીને તેની મજા માણે છે.


કાચ વગરનો માંજો પેચ કાપી શકે કે નહીં
કાચને કારણે દોરો જલ્દી કપાઇ જાય છે. કાચનો ઉપયોગ ન કરાય તો દોરો કપાય નહી અથવા તો કપાવવા માટે કદાચ વધારે ખેંચમતાણી કરવી પડે. જે પતંગ રસિકોને માફક આવતું હોતું નથી.