નચિકેત મહેતા/વડતાલ : આજના કપરાકાળમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર કોરોના સામેની લડાઈમાં રાત્રીદિવસ પુરુષાર્થ કરી રહી છે; જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતએ હોસ્પિટલોના સફાઈ કર્મીઓ અને એમ્બ્યુલસ ડાયવર વગેરેને ૧ લાખ રાસન કીટ આપવાનો સંકલ્પ કર્યો , જેમાં જીલ્લા લેવલથી આરોગ્ય સાખાઓનો સંપર્ક કરીને દરેક લાભાર્થી સુધી કીટો પહોંચાડવાની વ્યવસ્થા રાજભવનથી કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજરોજ રાજભવનમાં રાજ્યપાલના અધ્યક્ષ સ્થાને મા.મુખ્યમંત્રી વિજય રુપાણી , શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં “ કોરોના સેવા યજ્ઞ”ની રપ હજાર કીટ વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ૧૨ જેટલી વિવિધ સહયોગી  સંસ્થાઓના પ્રતિનિધિઓ ઊપસ્થિત રહ્યા હતા. 


વડતાલ સંસ્થા સતત કોરોના દર્દીઓની સેવામાં સક્રિય રહી છે. મંદિર બંધ હોવા છતા રસોડું ચાલુ રાખ્યું છે અને મોટા પ્રમાણમાં ટિફિન સેવા કરી છે એટલું જ નહિ કોરોના દર્દીઓની પણ નિ:શુલ્ક સારવાર કરી છે. આમાં સેવાયજ્ઞ ચાલુ જ છે અને જ્યારે રાજ્યપાલ તરફથી સફાઈ કર્મીઓ માટે “કોરોના સેવા યજ્ઞ”ની વાત વિવિધ ધર્મના સંતો મહંતો સાથેના વેબિનારના માધ્યમે જાણી ત્યારે ત્યારે વડતાલ સંસ્થા તરફથી ૧૦,૦૦૦ કીલો ચોખા અર્પણ કરવામાં આવ્યા હતા. 


આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી અને મુખ્ય કોઠારી ડો. સંત સ્વામીનું મા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું . અને પચાસથી વધુ ટ્રકો જે તે સ્થળે રવાના કરવામાં આવી; અત્યાર સુધીમાં રાજભવનથી પ્રચાસ હજાર રાશન કીટો આપવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube