દાહોદ: જીલ્લાનાં સીંગવડ તાલુકાનાં ચાચકપુર ગામની ઘટના સામે આવી હતી. જેમાં યુવકને દોરડાથી બાંધી માર મારતો વીડિયો વાઇરલ થયો છે. જે સુરક્ષા વ્યવસ્થા સામે સીધા સવાલ પેદા કરે છે. સીંગવડ તાલુકાનાં તારમી ગામનાં પરણિત યુવકના સીંગવડ તાલુકાનાં ચાચકપુર ગામની પરણિત મહિલા સાથે આડા સબંધ હોવાનાં દાવા સાથે યુવકને માર મરાયો હતો. તારમી ગામનો યુવક ચાચકપુર ગામે તેની પ્રેમિકાને મળવા જતા રંગે હાથે ઝડપાતાં ચાચકપુરનાં ગ્રામજનોએ યુવકને એક વિજ થાંભલા સાથે દોરડાથી બાંધી યુવકને માર મારવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટનાને પગલે યુવકનાં પરિવારજનોને જાણ થતા તેઓ ચાચકપુર ગામે દોડી આવ્યા હતા. જો કે સમાજનાં રીત રીવાજ મુજબ બંને ગામનાં પંચોએ યુવકનાં પરિવારજનોને રૂ.15 હજારનો દંડ કર્યાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મહત્વનું છે કે યુવક સીંગવડ તાલુકા પંચાયતનાં મહિલા સભ્યનો પુત્ર છે. યુવકની માતા તારમી સીટનાં તાલુકા પંચાયતનાં ભાજપના સભ્ય છે.


વધુ વાંચો...ગાંધીનગર: મહિલાએ જ્લવશીલ પદાર્થ છાટી કર્યો આપઘાતનો પ્રયાસ, બળીને થઇ ભડથું


જો કે આ વીડિયોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્ન પેદા કર્યા છે. કોણે કાયદો હાથમાં લેવાની આપી સત્તા? શું કાયદો અને ન્યાયની સ્થિતિ એળે ગઇ છે? યુવકને માર મારતો વીડિયો કોણે બનાવ્યો? કયાં કારણોસર લોકોએ કાયદો હાથમાં લીધો? ગામમાં પોલીસ તંત્ર શું કરતું હતું? પોલીસ તંત્ર પર સળગતા સવાલ પેદા થયાં છે? પંચ મોટું કે રાજ્યનું પોલીસ તંત્ર? આવા અનેક સવાલો સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલાં આ વીડિયોને કારણે પેદા થયાં છે.