ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યાનું વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. શહેરના ચમનપુરામાં રહેતા લાલા સોપારી ગેંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી લોકોમાં ડર ફેલાવતા હતા. શહેર કોટડા પોલીસે આ ગેંગના સભ્યો ને ઝડપી પડ્યા છે. કોણ છે આ ગેંગ અને કેવી રીતે મચાવે છે આંતક?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિલ્કીસ બાનો કેસ: ગુજરાત સરકાઈ ભેરવાઈ, 'જેલો ભરેલી છે, તો બીજા કેદીઓને પણ મોકો આપો'


સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો ચમન પુરાની લાલા સોપારી ગેંગનો છે. મુખ્ય આરોપી મનોજ ઉર્ફે લલ્લુ સંચાલિત આ ગેંગમાં 10 થી વધુ સાગરીતો છે. આ આરોપીઓ છેલ્લા ઘણા સમયથી આસપાસના વિસ્તારમાં આતંક મચાવી રહ્યા હતા. ૨૦:૦૬:૨૦૨૩ રથયાત્રાના દિવસે આરોપીઓએ જાહેરમાં ધાર્યા, ચપ્પુ જેવા તિક્ષ્ણ હથિયારો હાથમાં લઈને લોકોમાં ડર ઉભો થાય તે પ્રકારે રિલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. ઘાતક હથિયારો સાથેની આ રીલ પોલીસ સુધી પહોંચતા પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી પાડી ઘુંટણીએ બેસાડી દીધા છે.


ગુજરાતના પોલીસકર્મીઓ માટે સોશિયલ મીડિયા પોલિસી જાહેર, જાણો શું છે નવા નિયમો?


આરોપીઓ ના ગુનાહિત ઇતિહાસ ની વાત કરીએ તો વીડિયોમાં કાળા કલરનું શર્ટ અને ગળા માં ચેઇન પહેરીને સૌથી આગળ દેખાતો મુખ્ય આરોપી મનોજ ઉર્ફ લલ્લુ સામે હત્યા અને હત્યાના પ્રયાસ ના અનેક ગુનાઓ દાખલ થયેલા છે અને અત્યારે હત્યા ના ગુના માં જેલ સજા કાપી રહ્યો છે. જ્યારે વીડિયોમાં સૌથી આગળ ચેક્સ શર્ટ અને હાથમાં હથિયાર લઈને ફેરવતા આરોપી નું નામ રાહુલ ઉર્ફે ફાયરિંગ છે જે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. માત્ર બે આરોપીઓ પરંતુ આ ગેંગ માં જોડાયેલા તમામ આરોપીઓ સામે મારામારી ના ગુનાઓ દાખલ થયેલા છે.


દેશમાં રહેવા અમદાવાદ સૌથી સસ્તું અને મુંબઈ સૌથી મોઘું શહેર, જાણો તમારા શહેરની સ્થિતિ


ચોકાવનારી બાબત તો એ છે કે આ આરોપીઓ તીક્ષણ હથિયારનીં સાથે રાયફલ અને બંદૂક જેવા હથિયારો ના એટલા સોખીન છે કે કપાળ અને હાથના ભાગે પિસ્તોલ અને રાઇફલ ના ટેટુ પણ કરાવ્યા છે...જોકે આ સમગ્ર ગુના માં શહેર કોટડા પોલીસે સાત આરોપીઓ સામે જાહેર માં હથિયાર લઈને લોકોમાં ભય ઉભો કરવો અને આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી ધરપકડ કરી લીધી છે. જોકે હાલ તો શહેર કોટડા પોલીસે તમામ આરોપીઓ ની ધરપકડ કરી જેલ હવાલે કરી દાખલા રૂપ કિસ્સો બેસાડ્યો છે...