AHMEDABAD: કબ્રસ્તાનમાં ગયેલી પોલીસ ટીમને ઉભી પુછડીએ ભાગવું પડ્યું કારણ કે...
ઇદના દિવસે કબ્રસ્તાનમાં કબર પર ફૂલ ચડાવવા એકત્ર થયેલા લોકોને ફોટા પાડવા પોલીસ કર્મચારીઓને ભારે પડ્યું હોવાની ઘટના સામે આવી છે. લોકો પોલીસ કર્મચારીને જોઇ જતા પોલીસનો ટપલીદાવ કર્યો હતો. તેનો મોબાઇલ ફોન પણ છીનવી લીધો હતો. સમગ્ર મુદ્દે વેજલપુર પોલીસે ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ કરી છે. શહેરમાં ફરી એકવાર પોલીસ કર્મચારી પર હૂમલાનો બનાવ બન્યો છે.
અમદાવાદ : ઇદના દિવસે કબ્રસ્તાનમાં કબર પર ફૂલ ચડાવવા એકત્ર થયેલા લોકોને ફોટા પાડવા પોલીસ કર્મચારીઓને ભારે પડ્યું હોવાની ઘટના સામે આવી છે. લોકો પોલીસ કર્મચારીને જોઇ જતા પોલીસનો ટપલીદાવ કર્યો હતો. તેનો મોબાઇલ ફોન પણ છીનવી લીધો હતો. સમગ્ર મુદ્દે વેજલપુર પોલીસે ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ કરી છે. શહેરમાં ફરી એકવાર પોલીસ કર્મચારી પર હૂમલાનો બનાવ બન્યો છે.
પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો ઉશ્કેરાઇ ગયા હતા. પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. જો કે પોલીસે આ તમામ લોકોને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. વેજલપુર પોલીસે મોહમ્મદ અહેમદ ઉર્ભે રાજા સીદ્દીકી, મઝહર ખાન પઠાણ, ફિરોજ મોહમ્મદ શેખ, ઇફતેખાર કલ્યાણી, સુલ્તાન અને પરવેઝ શાબિર શેખ નામના પાંચ લોકોની દાટ સહિતનાં અન્ય ગુનામાં ધરપકડ કરી છે. આ તમામ લોકો અન્ય લોકો સાથે મળી જુહાપુરા કબ્રસ્તાન ખાતે એકત્ર થયા હતા.
ઇદ હોવાથી કબર પર ફુલ ચઢાવી રહ્યા હતા. વિશેષ શાખાના વોચર તરીકે કામ કરતા એએસઆઇ કૃષ્ણકુમાર ભાવસિંહ વીડિયો ઉતારી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકો તેમને જોતા મોબાઇલ લૂંટી લીધો હતો અને તેમને માર માર્યો હતો. તેઓ ફરજ પર હતા ત્યારે કેટલાક લોકોએ યે આદમી ટોળે કા વીડિયો બનાતા હૈ. ઇસકો મારો, ફોન લે લો પોલીસવલા હૈ તો ક્યાં હુઆ કહીને લોકોને ઉશ્કેર્યા હતા. જેથી આખરે એ.એસ.આઇને પોતાના બચાવમાં ભાગ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube