હિમાંશુ ભટ્ટ/મોરબી: ગુજરાતમાં ભાજપ સરકાર પાણીનો પોકાર સાંભળવા માટે તૈયાર નથી ત્યારે, બીજી બાજુ ગુજરાતના મોરબી તાલુકાના ચકમપર ગામમાં લોકોએ પીવાના પાણી માટેની લાઇનો લાગી રહી છે. લોકોને પીવાના પાણી માટે પણ સૌથી વધુ તકલીફો પડી રહી છે. પીવાના પાણીની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી જેના કારણે બહાર ગામથી પ્લાસ્ટીકની પાણીની બોટલો મંગાવતા વેપારીઓની દુકાને પાણીનો બોટલો લેવા માટે લોકોની લાઇનો લાગી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"183394","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"MORBI-WATER-lINE-1","field_file_image_title_text[und][0][value]":"MORBI-WATER-lINE-1"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"MORBI-WATER-lINE-1","field_file_image_title_text[und][0][value]":"MORBI-WATER-lINE-1"}},"link_text":false,"attributes":{"alt":"MORBI-WATER-lINE-1","title":"MORBI-WATER-lINE-1","class":"media-element file-default","data-delta":"1"}}]]


2500થી વધુની વસ્તી પણ પાણીની કોઇ વ્યવસ્થા નથી
લાઇનોમાં ઉભેલા લોકોને જોઇને કોઇને એમ લાગતુ હશે કે, રેશનીગની દુકાને માલ લેવા માટે લોકો ઉભા હશે. પરંતુ તમને જાણીને નવાય લાગશે કે આ લોકો પોતાના ઘર માટે પીવાના પાણીની વેચાતી બોટલ લેવા માટે લાઈનમાં ઉભા છે. ગુજરાત સરકાર છેલ્લા ઘણા વર્ષોથી ઘરે ઘરે અને ખેતરે ખેતરે પાણી પહોચાડવાની વાતો કરવામાં આવી રહી છે માટે આ ગુજરાત બહારના કોઈ ગામના દ્રશ્યો હશે તેવું તમે વિચારતા હશો.  પરંતુ પાણીની વેચાતી બોટલો લેવા માટે પણ લોકોને લાઈનો લગાવવી પાડે તેવા આ દ્રશ્યો મોરબી તાલુકાના ચકમપર ગામના છે. અંદાજે 2500થી વધુ લોકોની વસ્તી ધરાવતા આ ગામની બાજુમાંથી જ નર્મદાની ધ્રાંગધ્રા કેનાલ નીકળે છે. અને જ્યારથી કેનાલ ચાલુ કરવામાં આવી છે ત્યારથી તે કેનલામાંથી ચકમપર ગામને પીવા માટેનું પાણી કેનાલમાંથી મળતું હતું જો કે, ગત ઉનાળા પહેલાથી ધ્રાંગધ્રા કેનાલને બંધ કરવામાં આવ્યા બાદ આ કેનાલમાં નર્મદાનું એક ટીપું પાણી આવ્યું નથી જેથી લોકો પીવા માટેનું વેચાતું પાણી લેવા માટે મજબુર બન્યા છે.


પીવાના પાણી માટે કરવો પડે છે ખર્ચો 
આ ગામના લોકોના કહેવા પ્રમાણે બોરનું પાણી અતિશય ખારું આવે છે. જેથી તે પાણીનો પીવાના પાણી તરીકે ઉપયોગ કરી શકાય તેમ નથી આટલું જ નહિ વાપરવા માટે પણ આ પાણીનો ઉપયોગ કરીએ તો ચામડીના તેમજ અન્ય રોગ થાય તેવી શક્યતા છે. માટે ચકમપરની આસપાસમાં આવેલા ગામોમાં ચાલતા પાણીની બોટલો વેચતા કારખાનામાંથી ચારથી પાંચ સ્થાનિક વેપારીઓ દૈનિક 800થી 1૦૦0 જેટલી પાણીની બોટલો મંગાવે છે અને દિવસમાં ત્રણ વખત પાણીની થોડી થોડી બોટલો આવતી હોવાથી જયારે જયારે પાણીની બોટલો દુકાને આવે છે ત્યારે જે લોકોને પાણીની બોટલો લેવી હોય છે તે દુકાનોએ લાઈનો લગાવે છે 


[[{"fid":"183395","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"MORBI-WATER-lINE-2","field_file_image_title_text[und][0][value]":"MORBI-WATER-lINE-2"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"MORBI-WATER-lINE-2","field_file_image_title_text[und][0][value]":"MORBI-WATER-lINE-2"}},"link_text":false,"attributes":{"alt":"MORBI-WATER-lINE-2","title":"MORBI-WATER-lINE-2","class":"media-element file-default","data-delta":"2"}}]]


કેનાલના પાણીને રોકી લેવામાં આવે છે.
સૌરાષ્ટ્ર શાખા નહેરમાંથી નીકળતી નહેરોમાં થોડા સમય પહેલા નર્મદાનું પાણી સરકારના આદેશથી છોડવામાં આવ્યું હતું જો કે, ચકમપર ગામ તરફ આવતી નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં ઉપરના ગામના ખેડૂતો દ્વારા કેનાલમાં તોતિંગ પથ્થર, માટીના બારદાન વિગેરે નાખીને ઠેકઠેકાણે પાળા બનાવી દેવામાં આવ્યા છે જેથી ત્યાં પાણી રોકાઈ રહેતું હોવાથી ચકમપર ગામની જેમ જે ગામના લોકોને પીવા માટે પાણીની જરૂર હોય છે તે ગામના લોકોને પીવા માટેનું પાણી મળતું નથી.