વડોદરા : સંસ્કારી નગરીનું બિરુદ પામેલી વડોદરા નગરીનાં સેવા સદનમાં જ નેતાઓ ભાન ભુલ્યા હતા. અહીં ફાઇલ પાસ કરાવવા મામલે થયેલી માથાકુટમાં રાષ્ટ્રીય સમાજ પક્ષ (RSP) કાર્યકારી પ્રદેશ પ્રમુખને ડેપ્યુટી એક્ઝિક્યૂટિવ એન્જિનિયરે ઢોર માર માર્યો હતો. જાહેરમાં લોકોની હાજરીમાં રાઠોડ નામના ઇજનેરની દાદાગીરી કેમેરામાં કેદ થઇ હતી. જો કે તકરારનું સાચુ કારણ હજી સુધી સામે આવ્યું નથી. પરંતુ આરએસપીના પ્રદેશ પ્રમુખના અનુસાર એન્જિનિયર દ્વારા તેની પાસે લાંચ માંગવામાં આવી હતી. હાલ તો આ સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પદ્મ પુરસ્કારની જાહેરાત, 5 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરાયા


બનાવ અંગે વિગતે મળતી માહિતી અનુસાર વડોદરામાં રાષ્ટ્રીય સમાજ પક્ષના કાર્યકારી પ્રમુખ નલિન મહેતાએ વડોદરા મહાનગરપાલિકાની પાણી પુરવઠ્ઠા કચેરીમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરે માર માર્યો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. મહેતાનો આક્ષેપ છે કે, રાઠોડ તેમની પાસે ફાઇલ પાસ કરાવવા માટે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. તેમણે જામ્બુઆ વિસ્તારની સન ગોલ્ડ સ્કિમમાં પાણીના કનેક્શન માટેની ફાઇલ ગત્ત 23 ડિસેમ્બરે મુકી હતી. જો કે પાણીનું કનેક્શન પાલિકા દ્વારા મંજુર કરવામાં આવ્યું નહોતું. 


Rajkot: ટેક્સ રિફંડની રકમ પરત જોઇતી હોય તો 20 હજારનો 'ગેટ પાસ' થશે, લાંચીયો બાબુ ઝડપાયો


Gujarat Corona Update: નવા 390 કેસ, 707 રિકવર થયા, 3 લોકોના મોત


અનેક વાર ધક્કા ખાધા બાદ ફાઇલ માંડ વડી કચેરી સુધી પહોંચી હતી. આખરે હેમલ રાઠોડ દ્વારા 1 લાખ રૂપિયાની લાંચની વાત કરી હતી. જો કે વાત એટલી ઉગ્ર થઇ ગઇ હતીકે આખરે મારામારી સુધી પહોંચી હતી. આ મારામારીના  વરવા દ્રશ્યો બહાર આવ્યા હતા. જો કે આ ઘટના અંગે હજી સુધી કોઇ જ પ્રતિક્રિયા સામે આવી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube