સુરત : ગુજરાતના આર્થિક પાટનગર છે. સુરત ઔદ્યોગિક નગર તરીકે ઓળખાય છે પરંતુ આ કોંક્રિટના જંગલમાં અને ઉદ્યોગિક નગરમાં આવેલ ગવિયર તળાવને ગુજરાતમાં લુપ્ત થનાર જળબિલાડીના પરિવારે નિવાસ્થાન બનાવ્યું છે. અતિ દુર્લભ કહી શકાય એવી જલબિલાડીઓનું ઝુંડ અહીં જોવા મળી રહ્યું છે. ગવિયર તળાવની નજીક વિશાળકાય ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે. આવા વિસ્તારમાં ગવિયર તળાવ કુદરતી સૌંદર્ય ફેલાવી રહ્યું છે અને સુરત શહેરથી 7 કિલોમીટર દૂર આવેલ આ તળાવ વન્યજીવોનું આશ્રયસ્થાન બની ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિંદુ ધર્મ વિશે વિવાદિત પોસ્ટ મુકનારા અસલમ લેંઘા નામના વ્યક્તિની ધરપકડ


ગુજરાતની લુપ્ત ગણાતી સાતથી દસ જલબિલાડીનું ઝુંડ ગવિયર તળાવ ખાતે જોવા મળ્યું છે. આશ્ચર્યની વાત છે કે એક બાજુ આ તળાવની નજીક ઔદ્યોગિક એકમો આવેલ છે અને બીજી બાજુ ગુજરાતમાં જે પ્રાણી લુપ્ત થવાના આરે છે તે પ્રાણીઓ આ તળાવને પોતાનો આશરે સ્થળ બનાવી રહ્યા છે. ગુજરાતની લુપ્ત ગણાતી જળ બિલાડી પર વર્ષ 2015 થી અહીં નેચર ક્લબ સુરત દ્વારા રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જલબિલાડીની વસ્તી વધતી દેખાઈ રહી છે, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી જલબિલાડી ઓએ ગવિયર તળાવને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું છે.


GUJARAT CORONA UPDATE: 347 નવા કેસ, 887 દર્દી રિકવર થયા, 6 નાગરિકોનાં મોત


હાલમાં અંદાજીત 7 થી 10 જલબિલાડીઓ તળાવમાં વિહાર કરતી નજર આવી રહી છે. આ ખાસ પ્રોજેક્ટ ચલાવનાર કૃણાલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, છેલ્લા છ વર્ષથી ગવિયર તળાવમાં અમે સંશોધન કરી રહ્યા છે. અમારી સંસ્થા દ્વારા જળ બિલાડીના સંરક્ષણ અને વસ્તી વધારા માટે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યક્રમો યોજી રહ્યા છે. જલ બિલાડીઓની સંખ્યામાં વધારો થાય એ માટે અમે કૅમેરા ટાઈપિંગ, જાગરૂકતાના કાર્યક્રમ, માછીમારી માટે યોગ્ય સ્થળ વગેરે પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. અને આવનાર દિવસોમાં નેચર ક્લબ વન વિભાગ સાથે મળીને ગુજરાતમાં જળ બિલાડીની વસ્તી ગણતરી પણ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube