જામનગર : શહેરના મહેશ્વરી નગરમાં વસવાટ કરતા બે સગા ભાઇઓને ઝેરી તાવની બિમારીના કારણે મોત નિપજ્યાં હતા. બંન્ને બાળકોનાં ઝેરી તાવની બિમારીમાં મોત નીપજ્યાં છે. બંન્ને બાળકોનાં મોત થતા તબીબો દ્વારા આ મુદ્દે ઝીણવટપુર્વક તપાસ કરાઇ રહી છે. એક જ પરિવારનાં બે સગાભાઇનાં માત્ર ચાર દિવસનાં ગાળામાં જ ઝેરી તાવને કારણે મૃત્યું થયું હોવાનું બહાર આવતા મહેશ્વરી નગર વિસ્તારમાં ભારે અરેરાટી મચી ગઇ છે. માત્ર બે વર્ષનાં માસુમ બાળકને તાવ આવ્યા બાદ 21 તારીખે મોત નિપજ્યું હતું. પરિવારમાં હજુ શોકનું વાતાવરણ હતું, ત્યાં જ 10 વર્ષના મોટા દીકરાનું મોત નીપજતાં પરિવાર પર આભ તુટી પડ્યું હતું. આ વિસ્તારમાં હજુ ત્રણ ચાર બાળકોને તાવ આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાંથી બાઇક ચોરી કરીને ચોર ભાગી જતા મધ્યપ્રદેશ, પોલીસે આ રીતે પકડ્યાં આરોપી


સૌપ્રથમ બે વર્ષનાં આર્યન પ્રકાશભાઇ વિંઝોડાને તાવ આવ્યા બાદ જામનગરની જી.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં 21નાં રોજ તેનું મોત થયા બાદ 10 વર્ષનાં મોટા પુત્ર ધનરાજ પ્રકાશભાઇ વિંઝોડાને પણ તાવ આવ્યો હતો. તેને જી.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં ગઇકાલે તેનું મોત નિપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના બાદ એક પછી એક વિચિત્ર રોગ માથુ ઉચકી રહ્યાં છે.


સાચા બાપની હોય તો એસિડ પી જા અને પોલીસ કોન્સ્ટેબલની પત્ની એસિડ પી ગઇ પછી...


સમગ્ર મુદ્દે જી.જી હોસ્પિટલનાં પીડિયાટ્રીક વિભાગનાં વડા ડૉ.ભદ્રેશ વ્યાસ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, બન્ને બાળકોને અમારા વિભાગ દ્વારા આપવી જોઇતી તમામ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. પણ આ દુખદ ઘટના ઘટી તેનું અમને પણ દુખ છે. આ વિસ્તારમાં પાણી જન્ય રોગ ફેલાઇ રહ્યો હોય તેના કારણે આવું બન્યું હોય શકે છે. જો કે તે તપાસનો વિષય છે. વધારેમાં મળતી માહિતી અનુસાર હજુ પણ કેટલાક બાળકોને આ પ્રકારનાં રોગના લક્ષણો જોવા મળી રહ્યા છે. જેના કારણે ડોક્ટર્સ પણ ખુબ જ ચિંતામાં મુકાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube