પતિએ લગ્નની રાત્રે જ પત્નીને કહ્યું, દરવાજો ખુલ્લો રાખજે તારા કરતા કામવાળી મોજ કરાવે છે
હાલ રાજકોટ માવતરે રહેતી અને મોરબીમાં પિયર ધરાવતી મહિલા પોલીસ મથકમાં દહેજ અને ઉત્પીડનની ફરિયાદ દાખલ કરાવતા ચકચાર મચી ગઇ છે. પરણિતાના જણાવ્યા અનુસાર પતિએ લગ્નના બીજા જ દિવસે કહ્યું, આપણા રૂમનો દરવાજો ખુલ્લો રાખીને જ સૂવાનું છે. મને મારા પિતાથી ખુબ જ ડર લાગે છે. ત્રીજા દિવસે દિયર, સાસુ અને નણંદ સહિતનાએ ઘરકામ બાબતે માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેના પગલે પરિણીતાએ રાજકોટમાં પોતાના પિયરે આવીને સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.
રાજકોટ : હાલ રાજકોટ માવતરે રહેતી અને મોરબીમાં પિયર ધરાવતી મહિલા પોલીસ મથકમાં દહેજ અને ઉત્પીડનની ફરિયાદ દાખલ કરાવતા ચકચાર મચી ગઇ છે. પરણિતાના જણાવ્યા અનુસાર પતિએ લગ્નના બીજા જ દિવસે કહ્યું, આપણા રૂમનો દરવાજો ખુલ્લો રાખીને જ સૂવાનું છે. મને મારા પિતાથી ખુબ જ ડર લાગે છે. ત્રીજા દિવસે દિયર, સાસુ અને નણંદ સહિતનાએ ઘરકામ બાબતે માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેના પગલે પરિણીતાએ રાજકોટમાં પોતાના પિયરે આવીને સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.
આ કેસમાં રાજકોટ મહિલા પોલીસે પિયરમાં રહેતી પરિણીતાની ફરિયાદના આધારે મોરબી શ્રીરામ કુંજ, બ્લોક નં. 58, શ્રીમદ્ સોસાયટી, વૃષભનગર-3 ખાતે રહેતાં તેના પતિ ભાવિક, સસરા અતુલભાઇ રજનિકાંત રાવલ, સાસુ કોકિલાબેન, દિયર ભાવિન અને નણંદ વૈશાલી સામે ગુનો નોંધ્યો છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા લગ્ન 7/5/2019ના રોજ જ્ઞાતિના રિવાજ મુજબ ભાવિક રાવલ સાથે થયા છે. અમારા લગ્ન જીવનમાં કોઇ સંતાન નથી. અમે લગ્ન બાદ બધા સંયુકત પરિવાર સાથે રહેતાં હતાં. લગ્નના બીજા જ દિવસે પતિએ કહ્યું કે, આપણે આપણા રૂમનો દરવાજો ખુલ્લો રાખીને જ સૂવાનું છે. મને મારા પિતાથી ખુબ જ ડર લાગે છે.
પતિએ ત્રાસ આપવાનું શરૂ કરતા જણાવ્યું હતું કે, તમારામાં અને કામવાળીમાં મને કોઇ જાજો ફરક નથી લાગતો. આ ઉપરાંત મહિલા પોતાના કોઇ સહકર્મચારી સાથે વાત કરતી હોય તો પણ પતિ વારંવાર શંકા કરતો અને તે મુદ્દે મારઝુડ પણ કરતો હતો. આ ઉપરાંત પતિ જ્યારે બહાર જાય ત્યારે બહારથી દરવાજો બંધ કરીને પત્નીને પુરીને જતો રહેતો હતો.