ઉદય રંજન/અમદાવાદ: દહેજના દાનવે વધુ એક પરણિતાનો જીવ લીધો છે. અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ પતિના ત્રાસથી આત્મહત્યા કરી લેતા કૃષ્ણનગર પોલીસે પોલીસ કર્મીની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખરે પાટિલે ખેલ પાડ્યો! અનેક જૂના જોગીઓની બેઠક મળી, વિરોધને ડામવા ઘડી નાંખી રણનીતિ


અમદાવાદની કૃષ્ણનગર પોલીસની ગિરફ્તમાં રહેલા શખ્સનું નામ જીતેન્દ્ર ચૌધરી છે. જે શાહીબાગ હેડક્વાટર ખાતે એફ કંપની માં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવે છે. પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્ર ચૌધરી છેલ્લા 8 વર્ષથી પોલીસ વિભાગમાં કાર્યરત છે. ગઈ તારીખ 14/2/2024 એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે પોતાના વતન હરિયાણામાં જ્ઞાતિના રીતિ રિવાજ મુજબ નૈના ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના દોઢ માસમાં જ પોલીસ કર્મી જીતેન્દ્ર ચૌધરીની પત્ની નૈના ચૌધરીએ મોતને વહાલું કરીને આત્મહત્યા કરી લીઘી છે. જેના પાછળનું કારણ પોલીસ કર્મી પતિ તરફથી વારંવાર દહેજ ની માંગણી અને માર માર્યાનું કૃષ્ણનગર પોલીસની તપાસમાં સામે આવ્યું છે. 


લાલચોળ રાજપૂતોની આગ શું ભાજપને દઝાડશે? કેટલા જિલ્લામાં પહોંચ્યો રૂપાલા સામે વિરોધ


દોઢ માસ પહેલા વેલેન્ટાઈન ડેના દિવસે આ બંને લગ્નના પવિત્ર સંબંધથી બાંધ્યા હતા. જ્યારે મૃતક નૈના ચૌધરીના લગ્ન થયા ત્યારે પિયર તરફથી તમામ જરૂરિયાતની ચીજ વસ્તુઓ સહિત 15 તોલા સોનું આપ્યું હતું. તેમ છતાં દોઢ માસના લગ્નના સમયગાળામાં આરોપી પોલીસ કર્મી જીતેન્દ્ર ચૌધરી દ્વારા ટુ વ્હીલર વાહનની વારામવાર માંગણી દહેજ પેટે કરવામાં આવતી હતી અને માર પણ મારવામાં આવતો હતો. જે બાબતથી કંટાળીને પોતાના પરિવારને અનેક વાર ફોન કરીને પિયરમાં માતા પિતાને જાણ કરવામાં આવતી હતી, પણ પિયરમાં પિતા સામાન્ય ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. જેથી દહેજની માંગ પુરી શક્યા નહિ. જેને લઇને આરોપી પોલીસ કર્મી જીતેન્દ્ર ચૌધરી ઝગડો કરીને મૃતક નૈના ચૌધરીને શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો હતો. જેનાથી કંટાળીને ગઈ તારીખ 31/મી રોજ નૈના ચૌધરીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. 


અમદાવાદમાં આવી ગઈ હાફુસ, કેસર, બદામ અને સુંદરી, જાણી લો કઈ કેરીનો કેટલો છે ભાવ?


પિયરમાં પોતાની પુત્રીની આત્મહત્યા કરી લીધાના સમાચાર મળતા હરિયાણાથી પરિવાર અમદાવાદ દોડી આવ્યો હતો અને કૃષ્ણનગર પોલીસ સમક્ષ જમ જેવા જમાઈ સામે દહેજ અને આત્મહત્યા ની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે પોલીસ કર્મી જીતેન્દ્ર ચૌધરીની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે. 


લોકસભામાં 5 લાખનો રેકોર્ડ કે કોંગ્રેસ કરશે કોઈ કમાલ? શું 2009 જેવું થશે પુનરાવર્તન