GUJARAT ની મહિલાએ દુબઇમાં કર્યું એવું કે શેખ આભાર માનતા નથી થાકતા, આપ્યો પ્રશસ્તી પત્ર
ના જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું છે આવી ઉકિત દુબઈમાં રહેતા એક ગુજરાતી મહિલાઓ માટે બની હતી. ખુશખુશાલ રહેતી દંપતીમાં અચાનક જ નવીનભાઈને બ્રેઈન એટેક આવ્યો અને બ્રેઈન ડેડ થઈ ગયું હતું. તેમની પત્નીએ એક ઉમદા કાર્ય અંગદાન કરી ત્રણ જણને નવજીવન આપ્યું હતું. વિદેશમાં એક મહિના અગાઉ મૂળ સુરતના શ્રીમાળી સોની પરિવારે આ સેવાકીય કાર્ય કર્યું છે. પતિને બ્રેઈન સ્ટ્રોક આવતા મૃત્યુ નિશ્ચિત હતું, ત્યારે પત્નીએ તેમના અંગદાનનો નિર્ણય લીધો હતો. લીવર, કિડની અને ફેંફસાનું પ્રત્યાર્પણ કરી ત્રણ આરબ વ્યક્તિને જીવનદાન આપ્યું હતું.
રાજેન્દ્ર ઠક્કર/ભુજ : ના જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું છે આવી ઉકિત દુબઈમાં રહેતા એક ગુજરાતી મહિલાઓ માટે બની હતી. ખુશખુશાલ રહેતી દંપતીમાં અચાનક જ નવીનભાઈને બ્રેઈન એટેક આવ્યો અને બ્રેઈન ડેડ થઈ ગયું હતું. તેમની પત્નીએ એક ઉમદા કાર્ય અંગદાન કરી ત્રણ જણને નવજીવન આપ્યું હતું. વિદેશમાં એક મહિના અગાઉ મૂળ સુરતના શ્રીમાળી સોની પરિવારે આ સેવાકીય કાર્ય કર્યું છે. પતિને બ્રેઈન સ્ટ્રોક આવતા મૃત્યુ નિશ્ચિત હતું, ત્યારે પત્નીએ તેમના અંગદાનનો નિર્ણય લીધો હતો. લીવર, કિડની અને ફેંફસાનું પ્રત્યાર્પણ કરી ત્રણ આરબ વ્યક્તિને જીવનદાન આપ્યું હતું.
કાલોલમાં શરમજનક ઘટના: આ પાકિસ્તાન નહી ગુજરાત છે, આ કોઇ આઝાદીના લડવૈયા નહી અસામાજીક તત્વો છે
ગત 11 જુલાઈના સાંજે દુબઈમાં રહેતા પંચાવન વર્ષના નિલેશભાઈ અરવિંદભાઈ ચિતાનીયાને રક્ત દબાણ વધતાં તાત્કાલિક આઇસીયુ બોલાવી ટ્રીટમેન્ટ કરાઈ, પરંતુ સ્ટ્રોક એટલી હદ્દે તીવ્ર હતો કે, તેમના રહેણાંકના પાર્કિગમાં જ કોમામાં સરી પડ્યા હતા. હોસ્પિટલમાં ખસેડાયા પરંતુ ડોકટરની ટીમે બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. મૃત્યુ નિશ્ચિત હતું. ત્યારે સમાજને ઉપયોગી થવાના વિચાર સાથે તેમના પત્ની ખુશ્બુબેને બેભાન પતિના હૃદય પર હાથ રાખી અને તેમને નિર્ણય જણાવ્યો કે, અંગદાન કરવું છે. જેથી તેમની સ્મૃતિ જીવંત રહે.
પહેલાની સરકારમાં ખેડૂતો જમીન ગીરવે મુકતા ત્યારે સારવાર થતી આજે ફ્રીમાં સારવાર થાય છે
દુબઈથી Zee મીડિયા સાથે વાત કરતા ખુશ્બુબેન ઉમેરે છે કે, જાણે કે તેમની સંમતિ હોય તેવી પ્રેરણા મળી અને હું અને મને સતત સાથ અને સહકાર આપનાર સૌરભ પચ્ચિગરે આ પ્રક્રિયા માટે દુબઇની સેહા કિડની કેરના વહીવટકર્તાને જાણ કરી ફૉર્માલીટી પૂર્ણ કરી. 17 જુલાઈ, 2021 ના રોજ નિલેશના ફેફસાં એક 35 વર્ષીય વ્યક્તિમાં લગાવવામાં આવ્યા હતા, એક કિડની 57 વર્ષના માણસ પાસે ગઈ હતી અને 43 વર્ષના પુરુષમાં લીવરનું સફળતાપૂર્વક પ્રત્યાર્પણ કરાયું.
SURAT માં 100 ટકા ફેફસા ડેમેજ હોવા છતા પણ યુવાન બેઠો થયો, ડોક્ટર્સની મહેનત ફળી
ખુશ્બુબેનના આ ઉમદા કામ બદલ દુબઈ સરકાર તરફથી પ્રસંશાપત્ર આપ્યું હતું. પતિના અંગોનું દાન કરવાના નિર્ણયને દુબઈ સરકારે સરાહ્યો હતો. યુએઈ ટ્રાન્સપ્લાંટેશનના ચેરમેન ડૉ. અબ્દુલ અલીકરમે લેખિતમાં પ્રસંશા કરતા જણાવ્યું છે કે, પરિવાર પર આવી પડેલી આફત વચ્ચે આ નિર્ણય સમાજ માટે પ્રેરણાદાયી છે. દર્દીઓ કે જેમને જીવનદાન મળ્યું છે, તેમને જીવન જીવવાની આશા આપવા બદલ આભાર માન્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube