દિનેશ ચંદ્રાવાડીયા/ ઉપલેટા : મધ્ય પ્રદેશનું જામ્બુવા તેની ગુનાખોરી માટે પ્રખ્યાત છે. આ જિલ્લાના 4 આદિવાસી યુવાનો એ અહીં આવીને તેની ગુનાખોરી કરવાની શરૂઆત કરી ત્યાં જ રાજકોટ પોલીસે તેને પકડી લીધા હતા. આ આદિવાસીઓએ ધોરાજીના ઝાંઝમેરમાં સોનીનો ધંધો કરતા સોની વેપારીને લૂંટી લીધા હતા. રાજકોટ LCB એ આ લૂંટારાને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હતી ઘટના? કેમ થઇ લૂંટ?
12 તારીખે ઉપલેટાના રહેવાસી અને ધોરાજીના ઝાંઝમેર ગામે સોનીની દુકાન ચાલવીને સોનીનો ધંધો કરતા રમેશભાઈ અમૃતલાલ જોગીયા ઝાંઝમેર ગામે "શિવ જ્વેલર્સ" નામની પોતાની દુકાન બંધ કરીને ઉપલેટા પોતાના એક્ટિવા મોટર સાયકલ ઉપર પરત આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં પાછળથી હોન્ડા પેસન ઉપર બે શખ્સો આવ્યા અને માથાના ભાગે જોરદાર હાથનો માર માર્યો હતો. જેના પગલે તેઓ રોડ સાઇડના ખાડામાં પટકાયા હતા. પાછળ હોન્ડા મોટર સાયકલ ઉપર આવેલ લૂંટારાઓએ સોની વેપારી રમેશભાઈની આંખમાં મરચાની ભૂકી છાંટીને તેની પાસે રહેલ થેલો લૂંટીને ફરાર થઇ ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઇ હતી. 


કોણ છે લૂંટારા ? કેવી રીતે પકડી પાડવામાં આવ્યા?
સોની વેપારી રમેશભાઈને લૂંટી લેનાર આમ તો યુવાનીમાં ડગ દેનાર લવર મુછીયા છે. જેમાં રાજકોટનો રહેવાસી 22 વર્ષનો દિલીપ ઉર્ફે દીપો ખીરૂભાઈ ભુરીયા આદિવાસી છે. બીજો ગોંડલ તાલુકાના કોલીથડ ગામનો 24 વર્ષનો રવિ સુરેશભાઈ ઉર્ફે જયેશભાઇ ભુરીયા છે, ત્રીજો ઝાંઝમેર ગામનો 32 વર્ષનો આદિવાસી મુકેશ શામજીભાઈ પરમાર જે મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે. ચોથો મૂળ જામ્બવા મધ્યપ્રદેશ અને હાલ ઝાંઝમેર ગામમાં રહેતા 36 વર્ષના લાલચંદ ઉર્ફે લાલો ગુલાજી ભેરિયા નામના આરોપીઓને ઝડપી લીધા હતા.


પકડાયેલ લૂંટારાઓએ લૂંટ માટે કે ખાસ પ્લાન કરેલ હતો પરંતુ પોલીસની સક્રિયતા અને સજાગતાને પગલે ઝડપાયા છે. ઝાંઝમેરમાં રહેતા 2 લુંટારાઓએ પ્રથમ તો જયારે રમેશભાઈ દુકાન બંધ કરીને નીકળ્યા ત્યારે બીજા બે તેના સાથીદારોને મોબાઈલ ફોન ઉપરથી જાણ કરી હતી. જયારે સોની રમેશભાઈ ઝાંઝમેર અને સુપેડી ગામ વચ્ચે અવાવરું જગ્યા ઉપર પહોંચ્યા હતા ત્યારે પાછળથી પહેલેથી જ રેકી કરતા આવતા લૂંટારુઓએ તક જોઈને સમગ્ર લૂંટને અંજામ આપ્યો હતો. રાજકોટ પોલીસે આ લૂંટારુઓને પકડવા માટે આ વિસ્તારના CCTV તપાસ્યા બાદ 2 ની ઓળખ કરી હતી.


આ ઉપરાંત મોબાઈલ ટાવરના સર્વેલન્સ કરીને લૂંટારીઓને ઝડપ્યા હતા. આ લૂંટારુ ટોળી મૂળ મધ્યપ્રદેશના જામ્બુવા જિલ્લાની છે અને બધા આદિવાસી છે. જામ્બુવા જિલ્લો ગુનાખોરીની દુનિયામાં બહુ પ્રખ્યાત છે. હાલ તો બીજા રાજ્યમાંથી આવીને ગુનાખોરી કરતા આ 4 શખ્સોને ધોરાજી પોલીસે અને રાજકોટ LCB એ ઝડપી લીધા છે. પરંતુ હવે તમે કોઈ પરપ્રાંતીયને કામે રાખતા પહેલા તમામ ઓળખ લઈ અને પછી જ કામે રાખજો નહીંતર તમારે પણ તેની ગુનાખોરીનો ભોગ બનવું પડે તો નવાઈ નહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube