ચેતન પટેલ/ સુરત: સુરતના ડિંડોલી વિસ્તારમાં બહેનના પ્રેમીની તેના ભાઈ દ્વારા ઘાતકી હત્યા કરી દેવાતા ભારે ચકચાર મચી જવા પામી હતી. બહેનને મળવા માટે ઘરે આવેલા પ્રેમીને રંગેહાથ ઝડપી પાડતા ભાઈ દ્વારા ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી પ્રેમીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ઘટના બાદ હત્યારો ભાઈ ફરાર થઈ ગયો હતો. જોકે બનાવના પગલે ડીંડોલી પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપનાં કાર્યકર અને પોલીસની દાદાગીરીથી પરેશાન પરિવારને જજનાં પગ પકડી લીધા


સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રામી પાર્ક સોસાયટીના રોયલ સ્ટાર રેસિડેન્સીના એક ફ્લેટમાં યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. સ્થાનિક પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર લીંબાયત ખાતે રહેતા આકાશ નામના યુવક અને ડીંડોલીના રામી પાર્ક સોસાયટીમાં રહેતા શુભાષ દેવરેની બહેન વચ્ચે પ્રેમ સંબંધ ચાલી આવ્યો હતો. રામીપાર્ક ખાતે આવેલ રોયલ સ્ટારના ફ્લેટ નમ્બર 502માં રહેતા શુભાષ દેવરે ત્યાં આજ રોજ તેણીની બહેનને મળવા માટે આકાશ ત્યાં આવી ચઢ્યો હતો. 


સુરેન્દ્રનગરની જેલમાંથી કેદીઓ ફરાર, ભર શિયાળે તંત્રનો પરસેવો છુટી ગયો


શુભાશે તેની બહેન સાથે આકાશને ફ્લેટમાં રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જ્યાં રોષે ભરાયેલા શુભાશે બહેનની નજર સમક્ષ જ પ્રેમી આકાશને ચપ્પુ વડે રહેંસી નાખી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવના પગલે ડીંડોલી પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લે્ખનીય છે કે, સુરતમાં હત્યાની ઘટનાઓમાં છેલ્લા થોડા સમયથી વધારો થયો છે. ઉપરાંત દુષ્કર્મ મુદ્દે રજુ કરાયેલા સમગ્ર ગુજરાતનાં આંકડામાં સુરત ગ્રામ્ય મોખરે રહ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube