મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં ફરી એક વખત મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. મુંબઈથી કેટરીંગના કામ માટે બોલાવેલી યુવતી સાથે તેના કોન્ટ્રાક્ટરે જ નશાની હાલતમાં બળાત્કાર કર્યો હતો. કોન્ટ્રાક્ટરની સાથે અન્ય એક મિત્રએ પણ બળાત્કાર ગુજાર્યો હતો. જેમાં એક યુવતીએ પણ મદદ કરી. જેને લઈ પોલીસે ગેંગરેપની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ જવાનું આયોજન કરી રહ્યા હો તો ધ્યાન રાખજો ઠગ ભટકાઇ ન જાય, લાખોની ઠગાઇ આચરી !


મુંબઈની 19 વર્ષીય યુવતી પર ગેંગરેપની ઘટના બની છે. કેટરિંગનું કામ આપવા માટે યુવતીને અમદાવાદ બોલાવી હતી. યુવતી વેલેન્ટાઈનના દિવસે કેટરીંગનું કામ માટે બોલાવી હતી. જોકે નરાધમોએ કેટરીના કામ પુરુ થયા બાદ ગેંગ રેપ કર્યો હતો. કેટરીંગનુ કામ પત્યા બાદ આરોપીએ યુવકી સાથે દારુની પાર્ટી કરી અને યુવતીને દારૂના નશામાં ધૂત કરી તેની સાથે શાહીલ શેખ, તસ્કીલ ઉર્ફે શકિલુદ્દિન કુરેશી એ એક પછી દુષ્કર્મ આચર્યું. આ બળાત્કારમાં સુરતની વતની અને આરોપીની સાથે આવેલી યુવતી તસ્લીમ ઉર્ફે તાનિયા જાવેદે પણ મદદગારી કરી હતી. જેથી ભોગ બનનાર યુવતીએ નારોલ પોલીસ સ્ટેશનમાં હકકિત જાહેર કરાત પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જેમાં બે આરોપી નજરકેદ કર્યા છે.


Gujarat Corona Update: નવા 263 કેસ, 271 દર્દી રિકવર થયા, 11 જિલ્લામાં એક પણ કેસ નહી


યુવતીની પૂછપરછમાં સામે આવ્યું કે, શાહપુરનો તસ્કીલ ઉર્ફે શકીલુદિન કુરેશીએ કેટરિંગ માટે અમદાવાદ બોલાવ્યા હતા. યુવતીની સાથે અન્ય 4 યુવતિઓ પણ આવી હતી. યુવતીને નારોલ પાસે એક આકૃતિ ફ્લેટમાં રહેવાની વ્યવસ્થા કરી હતી. વેલેન્ટાઈન ડે દિવસે સાંજે નરાધમ તસ્કીલ કુરેશી અને કોન્ટ્રાક્ટર શાહીલ શેખ તાનિયાને લઈ પાર્ટી કરવા આવ્યા હતા. જ્યાં યુવતીને કેફી પીનું પીવડાવ્યું અને ત્યારે બાદ સુરતની રહેવાસી મહિલા તસ્લીમ ઉર્ફે તાનિયા જાવેદે ભોગ બનનાર યુવતીને પકડી રાખી અને બે નરાધમોએ એક પછી એક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં પોલીસે બંને તસ્કીલ અને તાનિયાની ઝડપી પાડી નજરકેદ કર્યા છે. જ્યારે ફરાર કોન્ટ્રાક્ટર શાહીલની શોધખોળ હાથ ધરી છે. તેને પકડવા પોલીસે ટીમ મોકલી તપાસ શરૂ કરી છે.


રૂપાલાના સપા પર પ્રહાર: જે ભંગાર સાયકલને UP ના લોકોએ પણ વેચી દીધી, એ કઠલાલમાં કેમ ચાલે છે?


ગેંગ રેપના ગુનામાં પોલીસે બે આરોપીને ઝડપી પાડી નરાધમોના અને ફરિયાદીના મેડિકલ પરિક્ષણ શરૂ કર્યા છે. અને પુરતા પુરાવા મળ્યા બાદ ધરપકડ કરવામાં આવશે. ઉપરાંત પોલીસ તે વાતની ધ્યાન રાખી રહી છે કે ગેંગ રેપ જેવા ગંભીર ગુનાની તપાસમાં કોઈ ચુક ન રહી જાય.ત્યારે જોવુ એ રહ્યુ કે પોલીસની તપાસમાં શુ નવા ખુલાસા થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube