ઉદય રંજન/ અમદાવાદ: રામોલ પોલીસે મહિલાની છેડતી કરનાર એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ એક તરફી પ્રેમમાં જોર જબરજસ્તી કરીને મહિલા સાથે અડપલા કર્યાનો મહિલાનો આરોપ છે. આરોપી મહેશભાઈ ગણપતરાય મોદી કે જેઓ 55 વર્ષીય છે. આધેડ દ્વારા 45 વર્ષીય મહિલા કે જેમને એક તરફી પ્રેમમાં વેલેન્ટાઈન ડે મનાવવા દબાણ કર્યુ. દરમિયાન પ્રેમમાં પાગલ આધેડ દ્વારા મહિલાને ઘરમાં ઘુસીને અડપલા કર્યા. વેલેન્ટાઈન ડેના આગળના દિવસે એટલે કે 13 ફેબ્રુઆરીના દિવસે આ આરોપી એક જ સોસાયટીમાં ઉપર નીચે રહેતા પડોશી ચા પીવાના બહાને મહિલાના ઘરે ગયો હતો. ચા પી લીધા બાદ મહિલાને શારીરિક અડપલા કરીને વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવા માટે દબાણ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6-7 બંદૂકોથી ધડાધડ ફાયરિંગ કરનારો video નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્રના લગ્નનો નીકળ્યો
એક જ સોસાયટીમાં અને એક જ બ્લોકમાં ઉપર નીચે રહેતો પાડોશી એક તરફી પ્રેમમાં હતો. તે પ્રેમમાં મહિલાને જોર જબરજસ્તી કરીને છેડતી કરવાનો પ્રયાસ કર્યો. જેનાથી કંટાળીને મહિલાએ રામોલ પોલિસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. રામોલ પોલિસ દ્વારા છેડતીની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આધેડ આરોપીની ધરપકડ કરી છે. ત્યારે આધેડ રોમિયો ની રામોલ પોલીસે ધરપકડ કરી ને વધુ તપાસ શરુ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube