અમદાવાદ : ફરી એકવાર લગ્નેતર સંબંધોનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવકના જન્મ દિવસે પ્રેમિકા અમદાવાદ આવી હતી. બંન્ને હોટલમાં મળ્યા હતા જો કે હોટલમાં ઝગડો થતા યુવક ઘરે જતો રહ્યો હતો. પ્રેમિકા ગુસ્સે થઇને યુવકના ઘરે પહોંચી ગઇ હતી અને બંન્નેના સંબંધો અંગે યુવકની પત્નીને જાણ કરી હતી. એક બાળકની માતા એવી પ્રેમિકાએ યુવક સાથે જ રહેવાની જીદ પકડી હતી. જેથી યુવકની પત્નીએ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે યુવતીને સમજાવી કે તમારા બાળક વિશે વિચારો અને શાંતિથી વાતનું નિરાકરણ લાવો. પહેલા સુરત તેમના બાળક પાસે જાઓ અને ત્યાં જઇ બંન્ને વાતચીત દ્વારા નિરાકરણ લાવવા માટે સમજાવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉતરાયણનાં દિવસે સોમનાથ મંદિરમાંથી મળી આવ્યું અનોખુ પ્રાચીન મંદિર અને પ્રતિમાઓ

અમદાવાદના પોશ ગણાતા થલતેજ વિસ્તારમાં એક યુવકનાં લગ્ન થયા હતા. લગ્નનાં 6 મહિના બાદ સાસુ સાથે ઝગડો થતા સ્નેહા પિયર રિસામણે જતી રહી હતી. એક વર્ષ સુધી રિસામણે રહેતા યુવક સાથે કોઇ વાતચીત થતી ન હતી. દરમિયાન વિજયને સુરતમાં રહેતી અને એક બાળકની માતા તેવી એક અન્ય યુવતી સાથે મિત્રતા બંધાઇ હતી. જે પ્રેમમાં પરિણમી હતી. બંન્ને સાથે બિઝનેસ કરતા હતા. બિઝનેસના કામથી સાથે આવતા જતા પણ હતા. જો કે ઘરે કોઇને આ સંબંધો અંગે માહિતી નહોતી. 


અંધવિશ્વાસ-માન્યતા અને પરંપરા, ત્રીજી સદીમાં આ દેશે કરી હતી પતંગની શોધ

6 મહિના પહેલા સમાધાન કરી યુવકની પત્ની તેના સાસરીમાં પરત ફરી હતી. જો કે યુવકના- અન્ય યુવતી સાથે સંબંધો ચાલુ હતા. યુવકનો જન્મ દિવસ હોવાથી તેની પ્રેમિકાએ તેને પરાણે હોટલમાં બોલાવ્યો હતો. હોટલમાં બંન્ને વચ્ચે જોરદાર ઝગડો થયો હતો. યુવક અને તેની પ્રેમિકા વચ્ચે મારઝુડ થઇ હતી. યુવકે હવે સંબંધો રાખવા નથી ઇચ્છતો હવે તે સુરત પરત ફરી જાય તેવું જણાવ્યું હતું. જો કે પ્રેમિકા સતત યુવક સાથે રહેવા માટેની જીદ્દ કરી રહી હતી. તેના ઘરે પણ પહોંચી ગઇ હતી. જેથી આખરે મહિલા હેલ્પ લાઇનની મદદ લેવામાં આવી હતી. 


Uttarayan : પહેલીવાર ઉત્તરાયણની ફિક્કી ઉજવણી, ધાબા પર ટોળા નથી, ચિચિયારીઓ સંભળાતી નથી

મહિલા હેલ્પ લાઇનની ટીમ દ્વારા સમજ આપવામાં આવી હતી કે, તમે એક બાળકના માતા છો તે અંગે વિચારો. આ પરિવાર તમને સુરત મુકવા માટે આવશે. સુરત જઇ તમે શાંતિથી આ બાબતે વિચારણ કરજો. આખરે ભારે સમજાવટ બાદ યુવતી સુરત જવા માટે તૈયાર થઇ હતી. યુવકનો પરિવાર તેને સુરત મુકવા માટે ગયો હતો. એક જ પરિવારની જેમ રહેવા માટેની બાંહેધરી પણ આપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube