પોતાની પરણિત પ્રેમિકાને મળવા ગયેલો યુવાન કુવામાંથી મળ્યો, કારણ છે ચોંકાવનારુ
ચિચોડ ગામમા એક કુવામાથી ગામનાં જ એક યુવાનનો હાથ-પગ બાંધેલી હાલતમા મ્રુતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ચાર દીવસથી ઘરેથી નિકળ્યા બાદ પરત ન ફરેલા યુવાન મુકેશ રાઠવાનો મૃતદેહ મળતા ગામમા ચકચાર મચી ચુકી છે. મુકેશ રાઠવાની હત્યાના સગડ મેળવવા પોલિસે હાથ ધરેલી તપાસમાં પોલિસને પણ ચોંકાવનારી વિગતો મળી હતી. પોલિસ તપાસમાં સામે આવ્યુ કે, ચાર વર્ષ પુર્વે મુકેશ રાઠવાની તેનાજ મોટા કાકાના દીકરા શંતિલાલની પત્ની સાથે આંખો મળી ગઇ અને મુકેશ રાઠવાએ ત્રણ સંતાનોની માતા એવી પોતાની કૌટુમ્બિક ભાભી સાથે અનૈતિક સમ્બંધ બનાવ્યો. પરંતુ મુકેશના તેની ભાભી સાથેના આ અનૈતિક સમ્બંધો છુપા ન રહ્યા અને પરિવારના લોકો સામે તેમની આવાત ખુલી ગઇ. પોતાના પ્રેમ સંબંધોની બધાને જાણ થતા મુકેશ પોતાની પરિણિત પ્રેમિકાને લઇ કાઠ્યાવાડ તરફ જતો રહ્યો. ત્યાં જ પોતાની પ્રેમિકાને સાથે રાખી મંજુરી કરી પોતાનુ ગુજરાન ચલાવતો રહ્યો.
છોટાઉદેપુર: ચિચોડ ગામમા એક કુવામાથી ગામનાં જ એક યુવાનનો હાથ-પગ બાંધેલી હાલતમા મ્રુતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ચાર દીવસથી ઘરેથી નિકળ્યા બાદ પરત ન ફરેલા યુવાન મુકેશ રાઠવાનો મૃતદેહ મળતા ગામમા ચકચાર મચી ચુકી છે. મુકેશ રાઠવાની હત્યાના સગડ મેળવવા પોલિસે હાથ ધરેલી તપાસમાં પોલિસને પણ ચોંકાવનારી વિગતો મળી હતી. પોલિસ તપાસમાં સામે આવ્યુ કે, ચાર વર્ષ પુર્વે મુકેશ રાઠવાની તેનાજ મોટા કાકાના દીકરા શંતિલાલની પત્ની સાથે આંખો મળી ગઇ અને મુકેશ રાઠવાએ ત્રણ સંતાનોની માતા એવી પોતાની કૌટુમ્બિક ભાભી સાથે અનૈતિક સમ્બંધ બનાવ્યો. પરંતુ મુકેશના તેની ભાભી સાથેના આ અનૈતિક સમ્બંધો છુપા ન રહ્યા અને પરિવારના લોકો સામે તેમની આવાત ખુલી ગઇ. પોતાના પ્રેમ સંબંધોની બધાને જાણ થતા મુકેશ પોતાની પરિણિત પ્રેમિકાને લઇ કાઠ્યાવાડ તરફ જતો રહ્યો. ત્યાં જ પોતાની પ્રેમિકાને સાથે રાખી મંજુરી કરી પોતાનુ ગુજરાન ચલાવતો રહ્યો.
વડોદરાનાં તાંદલજામાં શાહીનબાગ સ્ટાઇલે વિરધની સરકારે હવા કાઢી નાખી
બીજી તરફ ત્રણ સંતાનોની માતાના પરિવારના કુંવારા યુવાન સાથેના સમ્બંધોને લઇ પરિણિતાના પતિ તરફ્થી સમાજિક રીવાજ મુજબ દાવાની રકમ ની માંગણી કરવામા આવી. દાવાની રકમ ન મળે ત્યા સુધી મુકેશ અને તેના પરિવારને ગામમા પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાયો હતો. પોતાના સાસરીયા તરથી વારંવાર થતી હેરાન ગતિને લઇ પરિણિતાએ પોતાના જ સાસરીયા સામે કેસ પણ કર્યો, ત્યારે મુકેશના આ પ્રકરણને લઈ સમાજના લોકોએ સામાજિક રીતે તેનો નિકાલ કરતા દાવાની રકમ પેટે રૂપિયા પાંચ લાખ આપવાનુ નક્કી કરાયું, અને સાથે પરીણિતાને તેના પિયર સજોડ ગામે મોકલી દેવી તો જ મુકેશને અને તેના પરિવારને ગામમા પ્રવેશ કરવા દેવાશે. નક્કી કરાયેલ રકમ પેટે મુકેશ અને તેના પિતા દેસિંગ રાઠવાએ પોતાનુ ખેતર ગીરવે મુકી રૂપિયા એક લાખ આપ્યા અને ચાર લાખ બાકી રાખ્યા હતા.
ઉડતા ગુજરાત: અમદાવાદ અને સુરતમાંથી 760 કિલો ગાંજો મળી આવતા ચકચાર
ચાર લાખ બાકી રાખતા ગામના લોકોએ બીજો નિર્ણય લીધો જેમાં નક્કી કરવામાં આવ્યું કે મુકેશ અને તેના પરિવાર જ્યાં સુધી ચાર લાખ રૂપિયા ન આપે ત્યાં સુધી ગામમાં રહેવું નહી. તેને બહાર જઇ મજૂરી કરીને પૈસા ચુકવવા ગામના કોઈ પણ વ્યક્તિને મુકેશના પરિવાર સાથે કોઈ વહેવાર ન રાખવાનું પણ નક્કી કરવામાં આવ્યું. તઘલખી ફરમાન થતાં મુકેશ તેના પિતા, મોટા ભાઈ અને ભાભીને ગામ છોડવા નો વારો આવ્યો. ખેતર હોવા છતાં ખેતી ન કરી શકતા આ પરિવારને મજૂરી કરવાનો વારો આવ્યો. જોકે શાંતિલાલને આપવાના ચાર લાખ આ પરિવાર ભેગા કરી શક્યો નહી. સાડા ચાર વર્ષ સુધી તેઓને બહાર રહી મજૂરી કરી. અને થોડા દીવસ પુર્વેજ મુકેશ પોતાના પિતાસાથે ગામમા આવ્યો હતો. ગત 18મીએ તે પોતાના પિતાને બોડેલી જઇને આવુ છુ તેમ કહી ઘરેથી નીકળ્યો હતો. પછી પરત ન ફર્યો નહોતો. 23મી જાન્યુઆરીએ મુકેશનો કુવામા હાથ પગ બાંધેલો મ્રુતદેહ મળી આવ્યો. પોલીસે મુકેશના મોબાઇલ લોકેશન આધારે તપાસ કરતા પોલિસને પરિણિતાના પરિવારજનો ઉપર શંકા ગઇ અને પોલિસે પરિણિતાનાભાઇ અને પિતાની અટક કરી પુછપરછ કરતા આખરે તેમણે કરેલી કરતુતનો એકરાર કરતા મુકેશ તેમના ઘરે આવી તેની બહેનની છેડ્તી કરતો હોવાથી તેમણે જ મારીને કુવામા ફેકી દીધાનુ સ્વીકારી લીધુ.
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી ટિકિટ કૌભાંડ બહાર આવતા તંત્ર દોડતું થયું
માતાનુ આવસાન થયા બાદ મ્રુતક મુકેશ અને તેના પિતા સાથે રહેતા હતા તો મુકેશનો મોટો ભાઇ તેની પત્નિ સાથે જુદો રહેતો હતો. ત્યારે પોતાના યુવાન દીકરાની હત્યા કરાયાનુ સામે આવતા મ્રુતક મુકેશના વ્રુદ્ધ પિતાને એકલવાયું જિવન જિવવાનો વારો આવ્યો છે, અને પોતાના દીકરાની હત્યા કેમ કરાઇ તેવો સવાલ કરી રહ્યા છે. મુકેશને માર મારી મોત્ને ઘાટ ઉતારનાર પરણિતાના ભાઇ જયદીપ, તેના પિતા જયંતિ ભાઇ અને કાકાના દીકરા ભરતની પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી જેલ ના શળીયા પાછળ ધકેલી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube