વડોદરા : શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસ મામલે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચે દુષ્કર્મ કેસમાં આરોપીઓને પકડવા 7 ટીમો બનાવી છે, સાથે જ આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ બહાર કાઢી દેશભરના એરપોર્ટ પર જાણ કરી છે. વડોદરા પોલીસ કમિશનરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે, જેમાં સતત બીજા દિવસે પણ ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછનો દોર ચાલુ રાખ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે પીડિતા યુવતીની સતત ત્રણ કલાક પૂછપરછ કરી, સાથે જ પીડિતા યુવતી જે હાર્મની હોટેલમાં સૌપ્રથમ રોકાઈ હતી તેના મેનેજરની પણ પૂછપરછ કરી, તેમજ પીડતા જે નિસર્ગ ફ્લેટમાં રોકાઈ હતી તેના માલિક રાહિલ જૈનની પણ પૂછપરછ કરી, સાથે જ આરોપી અશોક જૈનની મર્સિડીઝ સહિત બે લક્ઝરીયસ કાર પણ કબ્જે કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ આટલી હદે નીચ હરકત કરી શકે? કોમ્પ્યુટર વાયરથી કરી એવી હરકત કે, ગુજરાત પોલીસ શરમથી પાણી-પાણી


દુષ્કર્મ કેસમાં આરોપીઓ ફરિયાદ નોંધાયા બાદથી જ ફરાર છે, ત્યારે આરોપી રાજુ ભટ્ટ પોલીસ સમક્ષ હાજર થયો હોવાની અફવા ઉડી હતી. જે મામલે ક્રાઈમ બ્રાન્ચના એસીપીએ કહ્યું કે, હજી સુધી એક પણ આરોપી પકડાયા નથી. આરોપીઓને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની વિવિધ 7 ટીમો કામે લાગી છે. જેમાં આરોપીઓના આશ્રય સ્થાનો, ઑફિસ, સંબંધીઓના ઘરે, અમદાવાદ એરપોર્ટ પર, તેમજ રાજ્ય બહાર તપાસ કરવામાં આવી રહી છે. એસીપીએ કહ્યું કે તપાસના બીજા દિવસે આરોપી અશોક જૈનની ઓફિસના સ્ટાફની પૂછપરછ કરી, સાથે જ કેસ સાથે સંકળાયેલા અનેક લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે. જેનાથી પોલીસને પુરાવાઓ હાથ લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, સીએ અશોક જૈન અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ઈન્વેસ્ટર રાજુ ભટ્ટ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. 


RAJKOT: મહિલા ડોક્ટર અને પુરૂષ ડોક્ટર વચ્ચે લુખ્ખાઓને પણ શરમાવે તેવી માથાકુટ


ટ્રસ્ટીઓને શોધવા પોલીસ એડીચોટનું જોર લગાવી રહી છે. પીડિતા યુવતીનો મિત્ર અલ્પુ સિંધી છે. જે પોલીસ ચોપડે લિસ્ટેડ બુટલેગર છે, સાથે જ બે કેસમાં વોન્ટેડ પણ છે, તેને પણ પકડવા પોલીસની એક ટીમ કામે લાગી છે. અલ્પેશ પકડાયા બાદ સમગ્ર કેસમાં ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવી શકે છે. હાલમાં હાઈ પ્રોફાઈલ કેસને લઈ ક્રાઈમ બ્રાન્ચનો ગેટ પણ બંધ રાખવામાં આવ્યો છે અને દરેક વ્યક્તિને પૂછપરછ કર્યા બાદ જ ક્રાઈમ બ્રાન્ચની ઑફિસમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પોલીસ કમિશનર, એડિશનલ પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાન્ચના ડી સી પી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સમગ્ર કેસ પર નજર બનાવીને બેઠા છે અને રોજે રોજ બેઠક કરીને તપાસ કરનારા પોલીસ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપી રહ્યાં છે. ત્યારે હવે દુષ્કર્મ કેસના આરોપીઓ ક્યારે પકડાશે તેના પર સૌ કોઈની નજર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube