યુવતીએ કહ્યું, તુ તો જંગલી છે આજે મારા ઘરે કોઇ નથી તારૂ જંગલી પણું દેખાડી દે
સોશિયલ મીડિયા પર યુવક યુવતી મળ્યા હતા. બાદમાં મુલાકાત પ્રેમ ફેરવાઈ અને એક વર્ષમાં આ મુલાકાતનું ચોંકાવનારૂ પરિણામ આવ્યું હતું
ઉમેશ પટેલ/વલસાડ : સોશિયલ મીડિયા પર યુવક યુવતી મળ્યા હતા. બાદમાં મુલાકાત પ્રેમ ફેરવાઈ અને એક વર્ષમાં આ મુલાકાતનો કરુણ અંજામ આવ્યો હતો. સોશિયલ મીડિયા થકી પ્રેમ પ્રકરણ સુધી પહોંચેલા યુવક યુવતીની પ્રેમ કહાનીનો અંત ખુબ જ દુખદ આવ્યો હતો. તું મારી નહીં તો કોઈની નહીં અને તું નહીં તો હું પણ નહીં એવો જ કિસ્સો વલસાડ તાલુકામાં બન્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. વલસાડ તાલુકાના એક ગામમાં રહેતી પ્રેમિકાનું ગાળું દબાવી હત્યા બાદ યુવકે પોતાના જ ગામના તળાવમાં કૂદી આપઘાત કર્યો હતો.
હપ્તા આપોને મોજ કરો: દમણમાં પેરાસેલિંગનો ભયાનક વીડિયો જોઇને તમારા રૂંવાડા ઉભા થઇ જશે
સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક યુવતી એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. યુવકે યુવતીને લગ્ન કરવાનું જણાવી પ્રેમજાળમાં ફસાવી હતી. જોકે બાદ માં બનેંના પ્રેમ પ્રકરણના સબંધમાં કચવાટ ઉભો થતા બંનેની જિંદગીનો અંત આવ્યો હતો. સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી મિત્રતાને પ્રેમ સંબંધ સુધી પહોંચાડી હતી. યુવકે તેના પરિવાના સભ્યોને યુવતી સાથે લગ્ન કરવાનું જણાવી પ્રેમ સંબંધ આગળ વધાર્યો હતો. જોકે બંને વચ્ચે ફોન પર બોલાચાલી થયા બાદ યુવક યુવતીના ઘરે પહોંચી ગયો હતો.
આવનારી પેઢી કેરી ખાઇ નહી શકે માત્ર પુસ્તકમાં ભણી જ શકશે અને ફોટા જ જોઇ શકશે
યુવતી ઘરે એકલી હતી બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો તકરાર થતા યુવકે યુવતીનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. પ્રેમી યુવક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. સમગ્ર ઘટના બની ત્યારે પ્રેમિકા યુવતી તેના ઘરે એકલી હોવાથી તેના કાકી તેના ઘરે ચેક કરવા જતાં ઘરની દરવાજો અંદરથી બંધ મળી આવ્યો હતો. પાછળના દરવાજાથી ઘરમાં જઈને ચેક કરતા યુવતી તેના બેડરૂમમાં પલંગ ઉપર મૃત હાલતમાં મળી આવી હતી. યુવતીની કાકીએ તેણીને ચેક કરતા ગળું દબાવી હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી.
[[{"fid":"386086","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(મૃતક યુવતી તથા યુવકની તસવીર)
આણંદ જિલ્લા પોલીસની અનોખી પહેલ: દારૂનો વ્યવસાય કરતી મહિલાઓ હવે કરશે આઈસ્ક્રીમનું વેચાણ
યુવતીની કાકીએ તેના માતા પિતાને અને ગામના અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી. યુવતીની હત્યા તેના પ્રેમીએ કરી હોવાની આશંકા સાથે પરિવારે વલસાડ રૂરલ પોલીસ મથકે દર્શાવી હતી. વલસાડ રૂરલ પોલીસે યુવક ના ઘરે ચેક કરતા સ્મિત ઘરે મળી આવ્યો ન હતો. અને ગામમાં તપાસ કરતા યુવક બાઈક અને મોબાઈલ તળાવના કિનારે પડેલી હાલતમાં મળ્યા હતા. વલસાડ રૂરલ પોલીસની ટીમે સ્થાનિક તરવૈયાઓ અને ચંદ્રપુરના તરવૈયાઓની મદદ લઈને તળાવમાં યુવક લાશની શોધખોળ હાથ ધરી હતી. મોડી રાત્રી સુધી સ્મિતની લાશની શોધખોળ હાથ ધરી હતી. લાશ મળી આવી ન હતી. જોકે બાદ માં આજ રોજ સવારે યુવક પ્રેમીની લાશ મળી આવી હતી. વલસાડ રૂરલ પોલીસે યુવકની લાશનો કબ્જો મેળવી લાશનું PM કરવી આગળની તાપસ હાથ ધરી છે. તો બીજી તરફ વલસાડ રૂરલ પોલીસ મથકે યુવતીના પિતાએ યુવક પ્રેમી વિરૂદ્ધ હત્યા અને એટ્રોસિટી એક્ટ હેઠળ FIR નોંધાવી છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસ એ આગળની તપાસ હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube