મૌલિક ધામેચા/અમદાવાદ : યુવતીએ પ્રેમસંબંધ રાખવાનો ઇનકાર કરતા પ્રેમીએ મિત્ર સાથે મળીને અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. મહિલા ગર્ભવતી થઇ અને દીકરીને જન્મ આપ્યો. બે વર્ષ બાદ મહિલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી બે મિત્રો સહિત 3ની ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી કેતન ડેર, હુસેન રફાઈ તથા અન્ય એક આરોપીની મહિલા પોલીસે જૂનાગઢ અને પોરબંદરથી બળાત્કાર અને ધમકી આપવામાં ગુનામાં ધરપકડ કરી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો વર્ષ 2016માં જૂનાગઢ રહેતી યુવતી અમદાવાદ કોલેજમાં ભણવા આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા ટ્રક ડ્રાઇવર પર ચોરીનો આરોપ લગાવીને હત્યા, ઘટનાથી ચકચાર મચી


વાસણા ખાતે પીજીમાં ભાડે રહી દર પંદર દિવસે અપડાઉન કરતી હતી. આ દરમિયાન વર્ષ 2017માં જૂનાગઢ રેલવે સ્ટેશન પર તેનો પરિચય કેતન સાથે થયો અને બને વચ્ચે ગાઢ સંબંધ બંધાયા હતા. બાદમાં આરોપી કેતને  લગ્નની લાલચ આપી અવાર નવાર અલગ અલગ અનેક જગ્યાઓએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. વર્ષ 2020 સુધી આરોપીએ અવાર નવાર આમ બળાત્કાર ગુજાર્યો ત્યારે આ દરમિયાન યુવતીને જાણ થઈ કે કેતન પરિણીત છે. જેથી કેતને કોઈને ન કહેવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.


સંઘના સાદગીના સંસ્કારોમાંથી ઉભી થયેલા ભાજપની 'વૈભવી' કારોબારી મીટીંગ


ભોગ બનનાર યુવતી અને આરોપીના પ્રેમ સંબંધમાં કેતન પરિણીત હોવાની જાણ થતાં યુવતીને ધમકી મળી હતી. જે બાદ યુવતીએ જૂનાગઢમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ પરત લેવા કેતન અને હુસેન રફાઈએ યુવતીનું અપહરણ કરી કોડીનાર એક ગામમાં અનેક મહિનાઓ સુધી ગોંધી રાખી અને અવાર નવાર કેતન અને હુસેન જમવા આપવાના બહાને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ ભાગવાની કોશિશ કરી પણ સફળતા મળી નહોતી. જો કે વર્ષ 2021માં યુવતીને દુખાવો થતા તેને હોસ્પિટલમાં લઈ જતા ત્યાં તેને ગર્ભ હોવાની જાણ થઈ અને દીકરીને જન્મ પણ આપ્યો હતો. જ્યાં આરોપી કેતને યુવતી પર બળાત્કાર થયો તેવું કોઈને ખબર ન પડે તે માટે ડોક્યુમેન્ટમાં પિતા તરીકે તેનું નામ લખાવ્યું અને બાદમાં ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.


ફરી કેસરિયો લહેરાયો: દીવ નગરપાલિકા બની કોંગ્રેસ મુક્ત, 6 બિનહરીફ સહિત 13 વોર્ડમાં વિજય


પોલીસ તરફથી મળતી વિગતો અનુસાર પકડાયેલ આરોપી કેતન રેલવેમાં ગાર્ડ છે. હુસેન રીક્ષા ચલાવે છે. રેલવેમાં ગાર્ડ હોવાથી યુવતી સાથે સ્ટેશન પર તેની મુલાકાત થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હાલ પોલીસે સમગ્ર બાબતોને લઈને પુરાવા એકઠા કરી તપાસ શરૂ કરી છે. બીજી તરફ યુવતીને ગર્ભની જે તે સમયે જાણ ન થતા તપાસમાં ડોકટરના નિવેદન અને પુરાવા કબ્જે કરવા પોલીસે તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube