ગીર સોમનાથ : જિલ્લાના પેઢવાડા ગામની ગરીબ પરિવારની દીકરીએ જુડોમાં ગોલ્ડ મેડલ જીતીને પરિવારનું નામ રોશ કર્યું છે. દેશમાં યોજાતી ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. પેઢાવાડા ગામમાં જ્યાં ભુપતભાઇ નામના વ્યક્તિ રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. બે દીકરી, એક દિકરો અને પતિ પત્ની આમ કુલ પાંચ લોકોનો આ પરિવાર માત્ર ભુપતભાઇની રીક્ષા પર જ નિર્ભર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો, ઘરે ફોન કરીને કહ્યું હું નહી આવું


જો કે ભુપતભાઇના પરિવારે કલ્પના પણ નહોતી કે એક દસમાં ધોરણમાં ભણતી દિકરી જુડો ક્ષેત્રે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમનું પોતાનું નામ ગીર સોમનાથ સહિતનાં જિલ્લાઓમાં રોશન કર્યું છે. સરકારે જુડો ચેમ્પિયન સોનલ ડોડિયાની કુશળતા પિછાણી અને અભ્યાસ અને જુડોની તાલીમનો પૂરો ખર્ચ ઉપાડી લીધ છે. આ દીકરીએ સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. 


વાપીમાં 100-200 રૂપિયાની સામાન્ય રકમ માટે રીક્ષા ચાલકની હત્યાથી ચકચાર


અત્રે ઉલ્લેખનીય છે કે, નાનકડા ગામની આ દિકરીએ જુડોની અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. આ ઉપરાંત ખેલો ઇન્ડિયા સ્પર્ધા 2019, નેશનલ ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. પ્રથમ વખત જુડોમાં આ છોકરીની પસંદગી રાજકોટ ખાતે થઇ હતી. તેનું નડિયાદ એકેડેમી ખાતે એડમિશન મેળવ્યું હતું. એકેડેમીમાં સખત મહેનત કરી ખેલો ઇન્ડિયામાં ગોલ્ડ પ્રાપ્ત કર્યો હતો. અત્યાર સુધીમાં ત6 ગોલ્ડ મેડલ, બ્રોન્ઝ અને સિલવર સહિત કુલ 19 મેડલ પ્રાપ્ત કરી ચુકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube