Lok Sabha Elections 2024: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકોટ સહિત રાજ્યભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગર લોકસભા માટે બનાવવામાં આવેલ ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાલી કરવા મામલે ક્ષત્રિય સમાજના યુવકોએ સાંજ સુધીનું અલ્ટીમેટમ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 વર્ષ બાદ ગુજરાતમાં એન્ટ્રી કરશે પ્રિયંકા ગાંધી, વલસાડમાં જાહેર સભા, જાણો કાર્યકમ


ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી
સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજની વાડીમાં ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ રૂપાલા વિવાદની આગ હવે સુરેન્દ્રનગર પહોંચી છે અને ક્ષત્રિય સમાજના યુવાનોએ ભાજપને આજ સાંજ સુધીમાં કાર્યાલય ખાલી કરવા માટે એલ્ટીમેટમ આપ્યું છે. જો આમ નહીં થાય તો ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી આપવામાં આવી છે.


મત પડે તે પહેલા સુરત સીટ ભાજપના ફાળે, નીલેશ કુંભાણી સામે આ મોટા કારણસર બની શકે ગુનો


ક્ષત્રિય સમાજના યુવકો આકરા પાણીએ...
ભાજપના આગેવાનો સમક્ષ ક્ષત્રિય સમાજના યુવકોએ આજે સાંજ સુધીમાં કાર્યાલય ખાલી કરી આપવાની માંગ મૂકી છે. પરશોત્તમ રૂપાલાની ટિકિટ અને ઉમેદવારી રદની માંગણી સ્વીકારવામાં ન આવતા મધ્યસ્થ કાર્યાલય ખાલી કરવા મુદ્દે ક્ષત્રિય સમાજના યુવકોએ ભાજપ સમક્ષ માંગ મૂકી છે. આજ સાંજ સુધીમાં કાર્યાલય ખાલી કરવાની ચિમકી ક્ષત્રિય યુવકોએ ઉચ્ચારી છે. 


મીટિંગ કરો કે જમણવાર વોટ જોઈએ! પદ-પૈસા બધુ આપ્યું હવે ભાજપનું કરજ ચુકવો


ઉલ્લેખનીય છે કે, હાલ તો ભાજપના મધ્યસ્થ કાર્યાલયને ખાલી કરવાના અલ્ટીમેટમને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે, કારણ કે ક્ષત્રિય સમાજની માગણી મુજબ ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતાં ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ-ટુ શરૂ કર્યું છે. એના ભાગરૂપે આજથી રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ધર્મરથ કાઢીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા લોકોને સમજાવવામાં આવશે.