અતુલ તિવારી/ અમદાવાદ: શહેરમાં 15 ઓક્ટોબરથી ફરી એકવાર થિયેટર શરૂ થશે. થિએટર સંચાલકોએ SOP મુજબ તમામ તૈયારીઓ શરૂ કરી છે. 7 મહિના બાદ 50 ટકા બેઠક ક્ષમતા સાથે થિયેટરો ફરી એકવાર ખુલવા જઇ રહ્યાં છે. બે સીટ વચ્ચે એક સીટ ખાલી રાખવા માટે માર્કિંગ કરવામાં આવ્યું છે. થિયેટરના તમામ ઓડીટોરીયમ હાલ શરુ કરવામાં આવશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ખુલાસો : નવરાત્રિમાં સરકારે મંદિર બંધ નથી કર્યા, ટ્રસ્ટોએ જાતે નિર્ણય લીધો છે, પ્રસાદ પેકિંગમાં અપાશે...


સવાર બાદ રાત્રે 10 વાગ્યા સુધી જ થિયેટર ખુલ્લા રહેશે. એક અઠવાડિયું થિયેટર ચલાવ્યા બાદ સમય- શો વધારવા અંગે નિર્ણય લેવાશે. સમગ્ર થિયેટરમાં ખાસ કરીને તમામ સીટો સેનેટાઈઝ કરવામાં આવી રહી છે. ગાઈડલાઈન મુજબ દર્શકો ઓર્ડર કરે તે નાસ્તો પેકીંગમાં આપવામાં આવશે. 7 મહિના બાદ ફરી શરુ થઈ રહેલા થિયેટરમાં હાલ ટીકીટના દરો વધારવામાં આવશે નહીં.


આ પણ વાંચો:- પીએમ મોદીનું આત્મનિર્ભર ભારતનું સપનુ સાકાર કરશે સુરતીઓ, હવે જીઓફેબ્રિકનુ ઉત્પાદન શરૂ કર્યું


જુના ટીકીટના દરો સાથે જ એકવાર ફરી થિયેટર ધમધમશે. હાલ નવા હિન્દી મુવીનાં હોવાથી ગુજરાતી ફિલ્મો સાથે થિયેટર શરુ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મુવી જોવા ઈચ્છતા દર્શકોએ ઓનલાઈન ટિકિટ લેવાની રહેશે. દરેક દર્શકોએ થિયેટરમાં સામાજિક અંતર અને માસ્ક પફેરવું ફરજીયાત રહેશે.


આ પણ વાંચો:- 203 દિવસ બાદ રાજકોટમાં ગાર્ડન ખૂલશે, લોકડાઉન બાદથી બંધ હતા


હવે થિયેટર ખોલવાની પરવાનગી મળી છે પરંતુ 50 ટકા બેઠકની પરવાનગી મળી હોવાથી નફો નહીં થાય તેવું થિયેટર માલિકોએ જણાવ્યું હતું. કોરોના મહામારીને કારણે છેલ્લા 7 મહિનાથી થિયેટર બંધ છે. ત્યારે ટેક્સમાં રાહત આપવા પણ થિયેટર માલિકોની માગ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube