ઉદય રંજન/અમદાવાદ: શહેરની સેવન સ્ટાર હોટલ ITC નર્મદામાં ચોરીનો બનાવ બન્યો હતો. જે ગુનામાં વસ્ત્રાપુર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પૂછપરછમાં સામે આવ્યું કે ડ્રગ્સના રૂપિયા ચૂકવવા માટે આરોપીએ ચોરી કરી આઇપેડ ડ્રગ સપ્લાયરને સોંપ્યું હતું. તેથી પોલીસે તપાસ શરૂ કરી છે કે ડ્રગ્સના રવાડે ચડ્યા બાદ આરોપી મોંઘીદાટ હોટલમાં ચોરી કરવા લાગ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સગાઈ કરી પરત ફરતાં પરિવારન કાળ ભરખ્યો! જામનગર હાઇ-વે પર ગમખ્વાર અકસ્માત, 4ના મોત


અમદાવાદના કેશવબાગ વિસ્તારમાં આવેલી સેવન સ્ટાર હોટલ ITC નર્મદાના બીજા માળે આવેલા મીટીંગ રૂમમાં થી બે દિવસ પહેલા આઇપેડની ચોરી થઈ હતી. જેની માહિતી મળતા વસ્ત્રાપુર પોલીસે સીસીટીવીના આધારે કુશલ ઉર્ફે કે. ટી ઠક્કર અને મોઈન ધલ્લાવાલાની ધરપકડ કરી છે. મહત્વનું છે કે બે દિવસ પહેલા આરોપી કુશલ હોટલમાં હતો. ત્યાં સિક્યુરિટી હાજર ન હોવાથી મીટીંગ રૂમ માંથી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જેના સીસીટીવી મળતા પોલીસે સેટેલાઈટના રહેવાસી કુશલની ધરપકડ કરી હતી. કુશલે ચોરીને અંજામ આપી આઇપેડ મોઈનને આપ્યું હતું. જેથી પોલીસે તેની પણ ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો.


જિંદગીનું કંઈ નક્કી નથી! સુરતમાં ટીવી જોતા જોતા બે લોકોનું ઉડી ગયું પ્રાણપંખેરું


આઇપેડ ચોરીના ગુનાની તપાસ કરતા પોલીસના હાથે મોઈન નામનો ડ્રગ સપ્લાયર પણ આવી ગયો. તેને અગાઉ અમદાવાદ SOG એ ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. મહત્વનું છે કે આરોપી કુશલ છેલ્લા ત્રણેક વર્ષથી ડ્રગ્સના રવાડે ચડ્યો હતો અને મોઈન પાસેથી પણ તે ડ્રગ ખરીદતો હોવાનું સામે આવ્યું છે. માટે પોલીસને શંકા છે કે ચોરીનું આઇપેડ ટ્રકના બાકી રૂપિયાની ચુકવણી માટે મોઈનને આપ્યું હોઈ શકે છે જેની પોલીસ તપાસ કરી રહી છે.


યુવરાજસિંહના તોડકાંડની તપાસ કરનાર PI જ મોટા ભ્રષ્ટાચારી નિકળ્યા! લાગ્યો મોટો આરોપ


બંને આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, કુશલ ઉર્ફે કે ટી મોંઘીદાટ હોટલમા ફરવાનો અને મોજશોખ કરવાનો શોખીન છે. માટે પોતાના મોજ શોખ પુરા કરવા ચોરીના રવાડે ચડ્યો છે. સાથે જ પોલીસને માહિતી મળી છે કે આરોપી અન્ય એક હોટલમાં પણ ચોરીને અંજામ આપ્યો છે. જેતી તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમા શુ નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનું છે.


સિવિલ હોસ્પિટલમાં બનાવાયું અમર કક્ષ, અંગદાતાઓની સ્મૃતિ લોકોને અંગદાન માટે પ્રેરશે!