સમીર બલોચ/અરવલ્લી: શામળાજી નજીક આવેલી હોટલ આગળ ચા-નાસ્તા માટે હોલ્ડ કરતી લકઝરી બસમાં મુસાફરોના માલસામાનની ચોરી કરતી ગેંગ સક્રિય થતા મુસાફરો, ટ્રાવેલ્સ બસના સંચાલકો અને હોટલ માલિકોમાં ફફડાટ ફેલાયો છે. બુધવારે રાત્રે આસોપલાવ હોટલ નજીક ઉભી રહેલી લકઝરી બસમાંથી એક મુસાફરના થેલામાં મુકેલા 4.70 લાખ રોકડાની ચોરી થતા અને ક્રિષ્ના હોટલ આગળ પાર્ક કરેલી લકઝરી બસમાં મુસાફરના થેલામાંથી 15 તોલા સોનાની ચોરી થતા શામળાજી પોલીસ દોડતી થઇ હતી. શામળાજી પોલીસે બ્રેઝા કારમાં આવેલા 4 શકામંદ અને અન્ય બે અજાણ્યા ઈસમો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાન ઉદેપુરના મહારાજકી ખેડી ગામના અને મુંબઈમાં દૂધનો ધંધો કરતા શંકર બદ્રીલાલ ડાંગી મુંબઈથી ફાલ્કન ટ્રાવેલ્સની લકઝરી બસમાં વતન જવા નીકળ્યા હતા. લાંબો રૂટ હોવાથી લકઝરી બસ ચા-નાસ્તા માટે શામળાજી નજીક આવેલ આસોપાલવ હોટલ આગળ ઉભી રહી હતી, જ્યાં વેપારી ફ્રેશ થવા નીચે ઉતર્યા હતા. આ સમયનો લાભ ઉઠાવીને લકઝરી બસમાં રહેલા તેમના થેલામાંથી બ્રેઝા કારમાં આવેલ ગેંગનો એક સાગરીત 4.70 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો, જ્યારે વેપારી બસમાં પાછા ફર્યા તો પોતાના થેલામાં રૂપિયા નહોતા, જેના કારણે વેપારી હોફાળો ફોફાળો બન્યો હતો. 


શું હાર્દિક પટેલનો કોંગ્રેસથી મોહભંગ થયો? પોતાને 'રામભક્ત' ગણાવી ભાજપની ઉપલબ્ધિઓ ગણાવી!


આ સમગ્ર ઘટનાની શામળાજી પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી, અને પોલીસે હોટલના સીસીટીવી રેકોર્ડિંગ તપાસતા એક શંકાસ્પદ બ્રેઝા કાર જોવા મળતા પોલીસે વેપારીની ફરિયાદના આધારે બ્રેઝા કારમાં આવેલા ચાર શખ્સો સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


અન્ય એક બનાવમાં શામળાજી નજીક આવેલી ક્રિષ્ના હોટલ આગળ પાર્ક કરેલી લકઝરી બસમાં મુસાફરી કરતા મુસાફરના 15 તોલા સોનાના દાગીનાની ચોરી થઇ હતી. સુરતમાં કપડાનો વ્યવસાય કરતા અને રાજસ્થાન ઉદેપુર ગોગુન્દ્રાના ભગવતીલાલ ચુનીલાલ સૂનારા તેમના પરીવાર સાથે વતનમાં લગ્નપ્રસંગમાં હાજરી આપી પરત ઉદેપુરથી રાજગુરૂ ટ્રાવેલ્સમાં સુરત ફરતા લકઝરી બસ ક્રિષ્ના હોટલ આગળ ઉભી રહેતા ભગવતી લાલ ફ્રેશ થવા નીચે ઉતરતા તેમના થેલામાં રહેલા રૂ.7.5 લાખના 15 તોલા સોનાના દાગીના બે અજાણ્યા ઈસમો ચોરી કરી ફરાર થઇ જતા ભગવતી લાલે શામળાજી પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.


Kutchi Film in IGFF 2022: કચ્છના ઐતિહાસિક રોહા કિલ્લા પરની ફિલ્મ ગુજરાતી ફિલ્મોત્સવ માટે પસંદ, જાણો તેનો ભવ્ય ઈતિહાસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube