અમદાવાદ : ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો બાદ હવે દિવાળી વેકેશન પછી વહીવટી તંત્રના 60થી વધારે અધિકારીઓની સામુહિક બદલીઓ થવાની સંભાવના છે. આ બદલીઓમાં અલગ અળગ વિભાગોના વડા, જિલ્લા કલેક્ટર, DDO, મ્યુનિસિપલ કમિશ્નરો અને બોર્ડ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ બદલીઓમાં જે 9 IAS અધિકારીઓની બઢતીની ફાઇલ પણ ક્લિયર કરવામાં આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર 9 IAS અધિકારીઓના પ્રમોશન માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી તરફથી પ્રમોશનને લગતી પ્રક્રિયા પુર્ણ કરવામાં આવી હતી. આ તમામ અધિકારીઓ 2005 બેચના ગુજરાત કેડરના અધિકારીઓ છે. આ નવા અધિકારીઓ પૈકી બે અધિકારીઓ ગુજરાત વહીવટી સેવામાંથી આવે છે. 


ગુજરાત સરકારનાં અધિકારીઓને પ્રમોશન મળ્યું છે એ સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની, ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સીઇઓ અને રાહત કમિશ્નર હર્ષદ પટેલ, અમદાવાદના પૂર્વ કલેક્ટર અને હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા વિક્રાંત પાંડે, સર્વ શિક્ષા અભિયાન પ્રોજેક્ટનાં ડાયરેક્ટર પી. ભારતીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વડોદરાનાં કલેક્ટર શાલિીની અગ્રવાલ, માઇક્રો સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝના કમિશ્નર રણજિત કુમાર, અમદાવાદના પૂર્વ કલેક્ટર અને હાલના ગૃહ વિભાગના એડિશનલ સેક્રેટરી કેકે નિરાલા, મહેસાણાના જિલ્લા કલેક્ટર એચ.કે પટેલ તેમજ જામનગરના મ્યુનિસિપલ કમિશ્નર સતીષ પટેલનો પણ સમાવેશ થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube