Gujarat Heart Attack News: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હ્રદય સંબંધી બિમારીમાં ધરખમ વધારો થયો છે. વર્ષ 2023ના પ્રથમ સાત માસમાં 40258 કેસ તો વર્ષ 2024માં સાત માસમાં હ્રદય સંબંધી બિમારીના કુલ 47180 કેસ 108 ઇમરજન્સીને મળ્યા છે. કેમ દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ એક સિસ્ટમ ગુજરાતમા લાવશે તબાહી! આ તારીખ બાદ ભુક્કા બોલાવશે મેઘો, અંબાલાલની આગાહી


ભર યુવાનીમાં રસ્તમાં ચાલતા ચાલતા લથડીયા ખાઇ પડી જવું, ક્રિકેટ કે કોઇ અન્ય રમત રમતાં પડી જવું, ગરબા રમતી વખતે કે ડાન્સ કરતી વખતે પડી જવું અને હાર્ટ ફેઇલ થતાં અવસાન થવાના અનેક કિસ્સા આપણી સામે છેલ્લા કેટલાક સમયમાં આવ્યા છે જે દર્શાવે છે કે યુવાનોમાં હાર્ટ ડીસીઝનું પ્રમાણ વધ્યુ છે. 


ગતિશિલ ગુજરાતની જય હો! દર્દીઓ સિવિલ પહોંચ્યા પણ સાહેબો ઘરે છે, રવિવાર નહીં શનિવાર 


108 ઇમરજન્સીમાં રજીસ્ટર થયેલા આંકડા હ્રદય સંબંધી વધેલા કેસની સાક્ષી પુરે છે. વર્ષ 2023માં 108માં સરેરાશ 191 કોલ હ્રદયની બિમારી સંદર્ભે હતા જે ચાલુ વર્ષે વધીને 224 સુધી પહોચ્યા છે માત્ર જુલાઇ 2024માં 7133 કોલ હાર્ટની બીમારી અંગે મળ્યા. જેની પાછળ અનિયમિત જીવનશૈલી, આલ્કોહોલનું સેવન, સ્મોકીંગ, અપુરતી ઉંઘ, જંકફુડનું વધેલુ ચલણ અને વ્યાયામ માટેની વ્યક્તિની આળસને તબીબો જવાબદાર માને છે. 


જામનગર માટે ગૌરવની વાત! જમીનના શાહ સોદાગરનો પુત્ર બનશે આકાશનો સિકંદર


વર્ષ 2023માં જુલાઇ માસ સુધી હ્રદય સંબંધી બિમારીના કુલ 40258 કેસ 108 ઇમરજન્સીને મળ્યા હતા જ વર્ષ 2024ના જુલાઇ માસ સુધી વધીને 47180 પર પહોચ્યા એટલે કે વર્ષ 2023માં જુલાઇ માસ સુધી પ્રતિદિન 108 ઇમરજન્સીને 191 કેસ મળતા હતા જે 2024 જુલાઇ સુધી વધીને 224 સુધી પહોચ્યા છે. 


ઘર માટે ફરી શરૂ થઈ 2.67 લાખ જેવી સબસીડી! પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0ને લીલીઝંડી


30થી 40 વર્ષની વયના યુવાનોમાં આ બિમારીનું પ્રમાણ 20 થી 22 ટકા જેટલુ વધ્યુ છે તબિબો દ્વારા સલાહ આપવામાં આવે છે કે હ્રદય રોગની બિમારી ધરાવતા દર્દીઓએ તેમની જીવનશૈલીમાં સુધારો કરવો પડે. શરીરને અનુકુળ પુરતો વ્યાયામ,પુરતા પ્રમાણમાં ઉંઘ લેવી જરુરી છે. સાથે જ તબીબો જંક ફુડ અને સોફ્ટડ્રીન્ક તથા એનર્જી ડ્રીન્કથી યુવાનોને દુર રહેવાની સલાહ આપે છે.


18 વર્ષ બાદ માયાવી ગ્રહ કરશે રાશિ પરિવર્તન, 3 રાશિવાળાને જબરદસ્ત ધન લાભ કરાવશે


અમદાવાદમાં દરરોજ સરેરાશ 66 લોકોને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગત વર્ષે જાન્યુઆરીથી જુલાઇ સુધી અમદાવાદમાં 12,133 કેસ નોંધાયા હતા. જે ચાલુ વર્ષે વધીને 13906 સુધી પહોચ્યા. આ હૃદયની સમસ્યાના સૌથી વધુ કેસમાં અમદાવાદ બાદ સુરત બીજા અને વડોદરા ત્રીજા સ્થાને છે.