સાબરકાંઠાઃ હિંમતનગર પાસે આવેલ ઇલોલ ગામમાં ખેતમજૂરી કરતા દપંતિનું દોઢ વર્ષનું બાળક બોરવેલમાં પડી ગયુ હતું. ત્યારે બાળક બોરવેલ પડવાની ઘટનાની જાણ થતા જ ગ્રામજનો બોરવેલ પાસે પહોંચી ગયા હતા. સતત મેહનક કર્યા છતા બાળકનો બચાવ થઇ શક્યો નથી અને અંતે બાળક બોરવેલમાં જ મૃત્યું પામ્યો હતો. રેસ્ક્યું ટીમ દ્વારા યુધ્ધના ધોરણે બાળકને બહાર કાઢવાના પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યા હતા. ખૂબ ઉંડે બાળક ઉતરી ગયુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. તો બાળકને શ્વાસ લેવામાં તકલીફ ન પડે તે માટે ઓકિસજન પહોંચાડવા માટે ટીમ દ્વારા પ્રયાસ હાથ ધરી દેવામાં આવ્યા છે. આ બોરવેલ લગભગ 200 ફૂટ જેટલું ઉંડુ છે.


બોરવેલમાં પડી જનાર આ બાળકનું છેલ્લા 12 કલાકથી રેસ્ક્યુ ચાલી રહ્યું છે. બાળકને બહાર કાઢવા માટે ફાયર ટીમ દ્વારા અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તથા NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયર અને NDRF સંયુક્ત ઓપરેશન દ્વારા બાળકને પાંચ અલગ-અલગ પદ્ધતિ દ્વારા 25 થી 30 વાર પ્રયાસ કર્યા છતા બાળકને બહાર કાઢવામાં સફળતા મળી નહિં. અને અંતે બાળકનું મોત થયું છે. મહત્વનું છે, કે આ બાળકને બોરવેલમાં જ દફન કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.