વલસાડ : રાજ્યની જેમ વલસાડ જિલ્લામાં પણ કોરોનાનો ગ્રાફ તેજ ગતિએ વધી રહ્યો છે. જો કે આ વખતે કોરોનાના બહાર આવી રહેલા નવા કેસમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેથી હોસ્પિટલોમાં મૃત્યુઆંક પણ  વધી રહ્યો છે. વલસાડ જિલ્લાની સૌથી મોટી વલસાડ સિવિલ હોસ્પિટલમાં આવેલી covid હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે  મૃતકોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે વલસાડ કોવિડ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહોની સંખ્યા પણ રોજ વધારો થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં લોકડાઉન, રોજનું 5 કરોડનું નુકસાન


આજે વલસાડ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પરથી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કુલ 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 2 મૃતદેહો સામાન્ય મોતના હતા. જ્યારે 12 મૃતદેહો covid19 કે શંકાસ્પદ કોરોનાના હોવાથી તેમના અંતિમ સંસ્કાર પણ covid-19 ગાઇડલાઇન મુજબ કરવા માટે તૈયારી કરવામાં આવી હતી. કોરોનાની આ ગંભીર પરિસ્થિતિમાં વલસાડ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર મૃતકોના પરિવારજનોની ભીડ એકઠી થઈ હતી. જોકે જે covid-19 કે શંકાસ્પદ covid-19 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં ના આવતા હોવાથી મૃતકોના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ રૂમની બહાર મૃતદેહોને બહાર કાઢતી વખતે તેમના સ્વજનના અંતિમ દર્શન કર્યા અને પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ પોતાના સ્વજનના  મૃતદેહોની પ્રદક્ષિણા કરી પરિવારજનોએ પોતાના સ્વજનને અંતિમ વિદાય આપી હતી. જેથી વલસાડ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર મૃતદેહોને બહાર કાઢતી વખતે મૃતકોના પરિવારજનોના કરુણ આક્રંદને કારણે સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. આમ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર સર્જાઈ રહેલા દ્રશ્યોચિંતા ઉપજાવી રહ્યા છે. પોસ્ટમોર્ટમ રૂમની બહાર મૃતકોને અંતિમ વિદાય વખતે સ્વજનોના આક્રંદથી સીવીલ હોસ્પિટલ કેમ્પસ માં ગમગીની છવાઈ રહી છે.


જ્યાં બધાએ પીછેહઠ કરી, ત્યાં સેંકડો કોરોના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી ચૂક્યા છે ભાવનગરના બે કિરીટભાઈ અને આરીફભાઈ


તો બીજી બાજુ વલસાડ જિલ્લાના સૌથી મોટા સ્મશાનગૃહ વાપીના દમણ ગંગા નદી કિનારે આવેલા યુપીએલ સંચાલિત મુકિતધામમાં એપ્રિલ મહિનાથી કોરોના શંકાસ્પદ મૃતકોના અગ્નિદાહની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં વાપીના આ સ્મશાન ગૃહમાં કુલ 27 મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. જેમાંથી 9 મૃતકો સામાન્ય હતા. બાકીના એનાથી ડબલ એવા 18 મૃતકો કોરોના શંકાસ્પદ મૃતદેહોને કોવિડ 19 ની ગાઇડ લાઇન મુજબ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. જો કે સરકારી ચોપડે માત્ર બે જ શંકાસ્પદ મોત દર્શાવવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં પણ સરકારી આંકડા અને સ્મશાન ગ્રહોમાં અગ્નિદાહના આંકડાઓમાં  તફાવત જોવા મળી રહ્યો છે. વાપીના સ્મશાનગૃહમાંની વાત કરીએ તો એપ્રિલ મહિનાની શરૂઆતથી જ covid 19 ની ગાઈડલાઈન મુજબ અગ્નિદાહ આપવો પડે તેવા કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા 4  દિવસમાં એટલે કે 
6 એપ્રિલ 04
7 એપ્રિલ 03 
8 એપ્રિલ 05
અને 9 એપ્રિલ 6 કોરોનાના શંકાસ્પદ મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. એપ્રિલ મહિનામાં વલસાડ જિલ્લામાં કોરોના ગંભીર તરફ આગળ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આથી પરિસ્થિતિને કાબૂમાં રાખવા વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ સ્મશાન ગૃહમાં થી બહાર આવત  આંકડાઓ ચિંતા ઉપજાવી  રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube