રાજકોટઃ કેટલાક સ્થળો એવા હોય છે જેને રહસ્યમય કે ભૂતિયા સ્થળો તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં પણ કેટલાક આવા રહસ્યમય સ્થળો આવેલા છે. જે સ્થળોને લઈને ઘણી કહાનીઓ સામે આવતી હોય છે. આવી જગ્યાએ જવાથી લોકો ડરતા પણ હોય છે. આવા ભૂતિયા સ્થળોનું નામ સાંભળીને કેટલાક લોકોના રૂવાંટા ઉભા થઈ જતા હોય છે. આજે આપણે રાજકોટમાં આવેલા એક એવા રહસ્યમય બંગલાની વાત કરીશું, જેને ભૂત બંગલા તરીકે ઓળખવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં આવેલો છે ભૂત બંગલો
ગુજરાતમાં કેટલાક સ્થળની ભૂતિયા સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. આ યાદીમાં રાજકોટના કાલાવડ રોડ પર આવેલો અવધ પેલેશ પણ સામેલ છે. અવધ પેલેસમાં ભૂત થાય તેવી વાતો હંમેશા લોકો દ્વારા કરવામાં આવતી હોય છે. રાજકોટના કાલાવડ રોડ પર એક વિશાળ હવેલી આવેલી છે, આ કોની છે તેની તો કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આ હવેલીમાં અત્યારે કોઈ રહેતું નથી. ત્યાં બધુ અવ્યવસ્થિત જોવા મળે છે. ત્યાં ભૂત થવાની વાત પણ લોકો કરતા હોય છે. 


રાજકોટમાં સ્થાનિકો પાસેથી જાણવા મળતી વાત પ્રમાણે ઘણા સમય પહેલા આ અવધ પેલેશમાં એક છોકરી સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની હત્યા કરી સળગાવી દેવામાં આવી હતી. ત્યારથી કહેવામાં આવે છે કે તે યુવતીની આત્મા અહીં ભટકી રહે છે અને તે ભૂત થઈને ફરે છે. આ હવેલી અત્યારે ખંઢેર બની ગઈ છે. ત્યાં જવાનો રસ્તો પણ સુમસામ છે. કોઈપણ વ્યક્તિ સાંજ બાદ તો ત્યાં જવાની હિંમત કરતો નથી. 


આ પણ વાંચોઃ 'સ્પેશિયલ 26' ની જેમ ઈન્ટરવ્યૂ, નોકરી અપાઈ, 200 લોકો જોડે પૈસા પડાવી મેનેજમેન્ટ ગુમ


સાંજ થતાં આવવા લાગે છે અવાજો
કહેવામાં આવે છે કે આ અવધ મહેલમાં છોકરી સાથે ખરાબ કામ થયું હતું અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવતા તેની આત્મા અહીં ફરે છે. એટલે કે તે ત્યાં આવતા લોકોને તેનો પરિચય આપે છે. કેટલાક લોકો દિવસના સમયે તો આ હવેલીમાં જતા હોય છે પરંતુ સાંજ પડ્યા બાદ અહીં જવાની કોઈ હિંમત કરતું નથી. દિવસના પણ કોઈ એકલો વ્યક્તિ આ જગ્યાએ જતો નથી. રાજકોટમાં આ જગ્યાએ કોઈને જવાની વાત કરવામાં આવે તો તેના મનમાં ડર જરૂર લાગે છે. કહેવામાં આવે છે કે અહીં સાંજ બાદ રહસ્યમયી અવાજો પણ આવે છે. 


(સામાન્ય માહિતીના આધારે આ જાણકારી આપવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ભૂત-પ્રેતથી કોઈ વ્યક્તિને ડરાવવાનો નથી. ઝી 24 કલાક ભૂત-પ્રેતની વાતોને સમર્થન કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube