હિંમતનગરઃ ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી સતત પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની બે યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે તો રાજ્યભરમાં સતત પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પહેલા અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજી બંને નેતા હિંમતનગર પહોંચ્યા હતા. અહીં ડોક્ટર નલિનકાંત ટાઉનહોલ ખાતે બંનેએ સંબોધન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બોલ્યા મનીષ સિસોદિયા
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સિસોદિયાએ કહ્યુ કે તમે સાબરકાંઠામાં છો, શું આ હોલમાં ક્યારેય આવી સભા થઈ છે? અહીં એક ઈંચ જગ્યા નથી. આ માહોલ મને દિલ્હીની 2015ની યાદ અપાવે છે. ત્યારે આવી રીતે અમારૂ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે દિલ્હીમાં 7 વર્ષ થયા, વરસાદ, ઠંડી કે ગરમીમાં સ્કૂલ ખુલે એટલે હું રોજ સવારે 7 કલાકે જાવ છું. સ્કૂલે ફર્યા બાદ બીજા કામ કરૂ છું. 4 લાખ બાળકોને ખાનગી સ્કૂલ છોડાવીને સરકારી શાળામાં લાવ્યા છીએ. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે પરંતુ અહીં શાળાની સ્થિતિ ખરાબ છે. 


આ પણ વાંચોઃ રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં તૂટી પડશે મેઘરાજા


સિસોદિયાએ કહ્યું કે અમે શાળાની મુલાકાત લીધી હતી. કેજરીવાલ શિક્ષણની ગેરેન્ટી આપે છે. અમે સારી શાળા બનાવીશું. શિક્ષણ એ બાળકોનો અધિકાર છે. શિક્ષકોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. અમે દિલ્હીમાં 19 હજાર શિક્ષકોની ભરતી કરી છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં શિક્ષકો સારૂ શિક્ષણ આપી રહ્યાં છે. 


સિસોદિયાએ ઉઠાવ્યો વિદ્યા સહાયકોનો મુદ્દો
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યા સહાયકોનો મુદ્દો ચાલી રહ્યો છે. વિદ્યા સહાયકોની ભરતી કરવા માટે ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી છે. ઉમેદવારોએ આ મામલે વિરોધો પણ કર્યાં હતા. હવે મનીષ સિસોદિયાએ આ દુખતી નસ દબાવી છે. તેમણે કહ્યું કે વિદ્યાસહાયકોની સમસ્યાનું લીસ્ટ છે. સરકાર બનાવો એક મહિનામાં નિરાકરણ લાવીશું. તેમણે કહ્યું કે બાળકો બીએડ કરીને બેઠા છે, ટ્રેનિંગ લીધી છે પરંતુ સરકાર ટેટની પરીક્ષા કરાવતી નથી. અમારી સરકાર આવશે તો ટેટની પરીક્ષા સમયસર યોજાશે. અમે ભરતી કરીશું. આ ગેરેન્ટી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube