ફરી આખું ગુજરાત ઘમરોળશે મેઘરાજા! આ વિસ્તારોમાં છે વરસાદની વોર્નિંગ, જાણો શું છે ભયાનક આગાહી?
Gujarat Weather Update News: રાજ્યમાં 24 કલાકમાં સારો વરસાદ થવાની આગાહી કરી છે. આ સાથે અમદાવાદમાં 24 કલાકમાં સામાન્ય વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે. આ તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
Gujarat Weather Update: ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે અમદાવાદ હવામાન વિભાગે આગામી સપ્તાહમાં કેવું વાતાવરણ રહેશે તે અંગે વાત કરી છે. રાજ્યમાં આગામી સાત દિવસ માટે વાત કરીએ તો આવનારા 24 કલાકમાં સારો વરસાદ જોવા મળી શકે છે. કેટલાક તાલુકામાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતા છે.
કયાંક મહેર,કયાંક કહેર,કયાંક તબાહીનું તાંડવ, ગુજરાતના આ જિલ્લામાં વરસાદે વેર્યો વિનાશ
24 કલાકમાં તમામ તાલુકામાં હળવાથી સામાન્ય વરસાદ થવાની આગાહી છે. જેમાં ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ આગામી 24 કલાકમાં હળવાથી ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થવાની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગમાં વરસાદની સંભાવના છે. આ તરફ અમદાવાદમાં 24 કલાક માં સામાન્ય વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાનની આગાહી મુજબ 24 કલાક બાદ વરસાદનું જોર ઘટશે.
ગુજરાતમાં મેઘો મહેરબાન! ભારે વરસાદને પગલે આ જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી, પૂરની સંભા
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15થી 20ની ગતિએ પવન ફૂંકાવવાની શક્યતા છે. હાલ જે મધ્ય પ્રદેશની જે સિસ્ટમ બની છે તેના દ્વારા આપણને વરસાદ મળી રહ્યો છે. તેના લીધે જ આપણને આગામી 24 કલાકમાં વરસાદની આગાહી છે. જે બાદ સિસ્ટમ ધીરે ધીરે નબળી બનશે. આગામી 24 કલાક બાદ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. જે બાદ ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઘણો ઓછો વરસાદ થવાની શક્યતા છે.
G20 Summit 2023: કોઇની સાથે હાથ મિલાવ્યો તો કોઇને ગળે મળ્યા, PM એ આ રીતે કરી મુલાકાત
આ સાથે ભારે વરસાદની આગાહીની આપણે વાત કરીએ તો, દક્ષિણ ગુજરાના ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અમરેલી, ભાવનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી છે. કચ્છમાં આગામી પાંચ દિવસ ડ્રાય રહેવાની સંભાવના છે. 24 કલાક બાદ બીજા દિવસે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદમાં ઘટાડો થશે. જોકે, દક્ષિણ ગુજરાતમાં ત્રણથી ચાર દિવસ સામાન્ય વરસાદ પડી શકે છે. આ સાથે અમદાવાદમાં 24 કલાકમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની આગાહી છે.
ખુશખબર! અમેરિકા આ વર્ષે 10 લાખ ભારતીયોને વિઝા આપશે: આ લોકોને અપાશે પ્રાથમિકતા
2 દિવસમાં 200થી વધુ તાલુકામાં વરસાદ તૂટી પડ્યો
ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય બન્યું છે. સપ્ટેમ્બરમાં વરસાદે ફરી દસ્તક આપી છે. ગુજરાતમાં 2 દિવસમાં 200થી વધુ તાલુકામાં વરસ્યો વરસાદ નોંધાયો છે. કપરાડામાં 9.72 ઈંચ, ધરમપુરમાં 7.64 ઈંચ વરસાદ વરસ્યો છે. તો ડાંગના વઘઈમાં 7.28 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આગામી 1 દિવસ વરસાદનું જોર રહેશે. જેમાંદક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી છે. હાલ પશ્વિમ બંગાળમાં સિસ્ટમ સક્રિય થતાં આખા ગુજરાતમાં વરસાદની આગાહી છે.
કેનેડા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, રહેવા માટે ફાંફા મારવા પડી રહ્યાં છે
શુક્રવારે નવસારી જિલ્લાના 6 તાલુકામાં વરસ્યો વરસાદ હતો. નવસારીના 3 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે 3 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો. સારા વરસાદથી વરસાદથી ગુજરાતની ખેતીને નવ જીવન મળ્યું છે. અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટું જોવા મળ્યું. એસજી હાઈવે, ગોતા, પ્રહલાદનગર, બોડકદેવ, શ્યામલ, વેજલપુરમાં વરસાદ નોંધાયો છે. તો નારણપુરા, નવા વાડજ સહિતના વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ જોવા મળ્યો.
ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય બન્યું છે. છેલ્લાં 2 દિવસમાં 200થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘમહેર જોવા મળી છે. કપરાડામાં 9.72 ઈંચ, ધરમપુરમાં 7.64 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ડાંગના વઘઈમાં 7.28 ઈંચ વરસાદ વરસ્યો છે. આ તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે.