ઝી બ્યુરો/સુરત: મહાબલી હનુમાન તેમના ભક્તોના કષ્ટ અને પરેશાનીઓને દૂર કરે છે અને બધા દેવોમાં સૌથી જલ્દી પ્રસન્ન થતા હોવાની માન્યતા છે. હનુમાન દાદાના ભકતો જાણે છે કે તેઓ બાલ બ્રહ્મચારી હતા કારણકે રામાયણ અને રામચરિત માનસમાં પણ તેમના આ રૂપનું વર્ણન છે. પરંતુ પરાશર સંહિતામાં હનુમાનજીના વિવાહનું વર્ણન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલા મેયર બંગલા પાસે એક મંદિરમાં હનુમાનજીની તેમની પત્ની સુર્વચલાજી સાથેની મૂર્તિ પણ છે. જ્યાં તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ મંદિરની સ્થાપના 40 વર્ષ પહેલા કરવામાં આવી હતી. પરંતુ તેમાં મહાબલી હનુમાન દાદાને તેમની પત્ની સુર્વચલાજીની સાથે અંદાજે ત્રણ વર્ષ પહેલા બિરાજમાન કરવામાં આવ્યા છે. 


તેલંગણાના ખમમમ જિલ્લામાં બનાવાયેલું હનુમાનદાદાનું મંદિર અનેક રીતે ખાસ છે. અહીં હનુમાનજી તેમના બ્રહ્મચારી રૂપમાં નહીં પરંતુ ગૃહસ્થ જીવનમાં તેમની પત્ની સુર્વચલા સાથે બિરાજમાન છે. માન્યતા છે કે અહીં હનુમાન દાદાના તેમની પત્ની સાથે દર્શન કરવાથી પતિ પત્ની વચ્ચેની પરેશાનીઓ દૂર થાય છે. તેલંગણા સિવાય હનુમાનદાદાની આ રૂપની મૂર્તિ સુરત શહેરના અલથાણ ભટાર વિસ્તારમાં આવેલા શ્રી મહાલક્ષ્મી શક્તિપીઠ મંદિરમાં જોવા મળે છે . જ્યાં માત્ર હનુમાનજીનું જ નહીં પરંતુ તેમની પત્ની સુર્વચલાજીનું પણ પૂજન થાય છે.



પરાશર સંહિતા મુજબ પવનપુત્ર હનુમાનજીના વિવાહનો અર્થ એ નથી કે તેઓ બાળ બ્રહ્મચારી ન હતા. રામદૂત પરિણીત પણ હતા અને તેઓ બાળ બ્રહ્મચારી પણ રહ્યા હતા. એટલે કે કેટલીક ખાસ પરિસ્થિતિને કારણે હનુમાન દાદાના લગ્ન સૂર્યપુત્રી સુર્વચલા સાથે થયા હતા. મંદિરના પૂજારી ભારત મુનિ ભારતીયે જણાવ્યું હતું કે, ૩ વર્ષ પહેલા અહીં તેમની સ્થાપના કરવામાં આવી હતી. દક્ષિણ ભારત બાદ પશ્ચિમ ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન મળીને આ એકમાત્ર મંદિર છે. પરાશર સંહિતામાં તેમના આ રૂપનો ઉલ્લેખ છે. 


વાસ્તવમાં હનુમાનજીએ ભગવાન સૂર્યને પોતાના ગુરુ બનાવ્યા હતા અને તેમની પાસેથી અષ્ટ સિદ્ધિ નવ નિધિનું શિક્ષણ લઈ રહ્યા હતા. સૂર્ય ભગવાનની સાથે હનુમાનજી આખો દિવસ જતા હતા અને તપ કરીને શિક્ષા પણ મેળવતા હતા. પાંચ શિક્ષા આપ્યા બાદ સૂર્યદેવ એ તેમને આગળની શિક્ષા આપવાની ના પાડી હતી. 



હનુમાનજીએ કારણ પૂછતાં સૂર્યદેવે જણાવ્યું હતું કે, આગળની ચાર શિક્ષા માત્ર વિવાહિક વ્યક્તિને જ શીખવવામાં આવી શકે છે. બાળ બ્રહ્મચારી છો અને ગૃહસ્થ જીવનનું નિર્વહન કરી રહ્યા નથી જેથી તમને આગળની શિક્ષા આપી શકાય એમ નથી.