અમદાવાદમાં દિવસ રાત દર્દીઓની સેવા કરનારા દર્દીઓના રહેવાના ઠેકાણા નથી, ઠેર ઠેર ભટકવા મજબુર
શહેરમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજની બેદરકારીથી વિદ્યાર્થિનીઓ પરેશાન થઇ ચુક્યાં છે. મેડિકલ કોલેજમાં યુ.જી. MBBS નો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. બી.જે. મેડિકલ કોલેજના ડીન ઓફિસ બહાર એકઠા થઈ વિદ્યાર્થિનીઓએ હોબાળો કર્યો હતો. વિદ્યાર્થિનીઓને તેમના રૂમ ખાલી કરવાની નોટિસ પાઠવવામાં આવતા વિદ્યાર્થીનીઓ માટે મોટી સમસ્યા સર્જાઇ હતી. બી.જે.મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્પિટલ ખખડધજ્જ હોવાથી સુરક્ષાના હેતુસર વિદ્યાર્થિનીઓ રહેવા માટે વ્યવસ્થા દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન વિશ્રામગૃહ ખાતે વ્યવસ્થા કરવામાં આવી હતી.
અતુલ તિવારી/અમદાવાદ : શહેરમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજની બેદરકારીથી વિદ્યાર્થિનીઓ પરેશાન થઇ ચુક્યાં છે. મેડિકલ કોલેજમાં યુ.જી. MBBS નો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. બી.જે. મેડિકલ કોલેજના ડીન ઓફિસ બહાર એકઠા થઈ વિદ્યાર્થિનીઓએ હોબાળો કર્યો હતો. વિદ્યાર્થિનીઓને તેમના રૂમ ખાલી કરવાની નોટિસ પાઠવવામાં આવતા વિદ્યાર્થીનીઓ માટે મોટી સમસ્યા સર્જાઇ હતી. બી.જે.મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્પિટલ ખખડધજ્જ હોવાથી સુરક્ષાના હેતુસર વિદ્યાર્થિનીઓ રહેવા માટે વ્યવસ્થા દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન વિશ્રામગૃહ ખાતે વ્યવસ્થા કરવામાં આવી હતી.
રાધનપુરમાં ચીફ ઓફિસર નહી હોવાથી સ્થિતિ રકાસ, કોંગ્રેસ દ્વારા કરવામાં આવી ખાસ માંગ
બી.જે. મેડિકલ કોલેજ દ્વારા છેલ્લા 4 મહિનાથી નક્કી કરાયેલી રકમ ચુકવવામાં નહી આવતા રૂમ ખાલી કરવા વિદ્યાર્થિનીઓને નોટિસ અપાઈ છે. રૂમ દીઠ 2 વિદ્યાર્થીનીઓને રહેવા માટે 400 રૂપિયા પ્રતિદિવસ ચૂકવવાનું ડીન દ્વારા નક્કી કરાયું હતું. 18 ઓક્ટોબરથી ભાડા પેટે ચુકવવાની થતી રકમ બી.જે. મેડિકલ કોલેજ તરફથી નથી ચુકવવામાં આવી હતી. અંદાજે 41 લાખ રૂપિયા ભાડાપેટે રકમની ચુકવણી નહી થતા રૂમ ખાલી કરવાની વિદ્યાર્થીનીઓને નોટિસ અપાઈ છે. આજ રાત સુધી સમસ્યાનું નિરાકરણ ના આવે તો વિદ્યાર્થિનીઓ ડીન ઓફિસ બહાર રાત્રી વિતાવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
યુદ્ધ રશિયા-યુક્રેન વચ્ચે વિસ્ફોટ ગુજરાતમાં થઇ રહ્યા છે, અમૂલે દુધની કિંમતમાં કમરતોડ વધારો ઝીંક્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, બીજે મેડિકલ કોલેજની વિદ્યાર્થીનીઓને હોસ્ટેલની વ્યવસ્થાને કાણે ખુબ જ સમસ્યા સર્જાઇ રહી છે. હાલ તો ડીનની ઓફીસ બહાર વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે. ડીન દ્વારા ઝડપથી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. અગાઉ મેડિકલ સુપ્રીટેન્ડન્ટ મુદ્દે પણ બી.જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube