પ્રશાંત ઢીવરે/સુરત: દેશભરમાં ડિજિટલ પેમેન્ટ ના માધ્યમથી લોકો સરળતાથી ઓનલાઇન પેમેન્ટ કરતા હોય છે. સરકાર પણ ડિજિટલ ઓનલાઇન પેમેન્ટ કરવા અપીલ કરતી હોય છે. જ્યારે નવી સિવિલ હોસ્પિટલનીમાં જ ઓનલાઇન ડિજિટલ પેમેન્ટનો અભાવ જોવા મળી રહ્યો છે. ડિજિટલ પેમેન્ટ ક્યુઆર કોડની વ્યવસ્થા ન હોવાથી સારવાર મેળવવા આવતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. હોસ્પિટલની કેસ બારી પર જ છૂટા પૈસા લઈ આવું તેવા નોટિસો લગાવી દેવામાં આવ્યા છે. પૈસા છુટ્ટા ન હોવાના કારણે સારવાર મેળવવા આવતા દર્દીઓને મુશ્કેલીઓ પડી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 3 કલાકમાં ગુજરાતના આ વિસ્તારોમાં 'ફાટી' પડશે કમોસમી વરસાદ,આજથી 4 દિવસ ખુબ ભારે


સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યના લોકો મોટી સંખ્યામાં રોજે સારવાર મેળવવા આવતા હોય છે. ત્યારે મોટા ભાગના ઇમર્જન્સી માં સારવાર લેવા આવે છે. જ્યારે કેસ પેપર કઢાવવા માટે છૂટા પૈસાની ઘણી મોટી ઝંઝટ જોવા મળતી હોય છે. જ્યારે અનેક આવા કિસ્સાઓ પણ સામે આવે છે કે લોકો ઈમરજન્સીમાં ઘરેથી પૈસા લીધા વગર જ સારવાર માટે દોડીને આવતા હોય. 


સાતમા આસમાને પહોંચી SVPI એરપોર્ટની સફળતાની ઉડાન, લાખો લોકોની પહેલી પસંદ બન્યું!


ડિજિટલ પેમેન્ટ ક્યુઆર કોડની વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને ભારે હાલાકી પડતી હોય છે. મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા જોવા મળતી હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ આ વ્યવસ્થા ઊભી કરાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.


નવી સિવિલ હોસ્પિટલમાં કેસ બારીમાં ડેટા એન્ટ્રી તરીકે ફરજ બજાવતા અજય કુમારે જણાવ્યું હતું કે નવી સિવિલ હોસ્પિટલમાં બારકોડની સુવિધા થઈ જાય તો સરળ રહેશે અને લાઇન પર ઓછી લાગશે. કેસ પેપર 5 રૂપિયાથી લઈ 25 રૂપિયા સુધીનો અહીં કાઢવામાં આવે છે. દર્દીઓ છૂટા લઈને નહીં આવે છે. કોઈ 100 રૂપિયા તો 500ની નોટ લઈને આવતા હોય છે. એટલા છુટ્ટા અમારી પાસે હોતા નથી. જો ઓનલાઈન ક્યુ આર કોડ ન ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો દર્દી અને અમને પણ રાહત થશે.


કોર્ટનું અવલોકન; નરોડા ગામમાં કોઈને જીવતા સળગાવાયા નથી, ફટાકડામા લાગેલી આગથી મોત થયા


નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી છૂટા પૈસાની હાલાકીને લઈને નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્સ ડૉ.ગણેશ ગોવેગરને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં નવી સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ પેમેન્ટની સુવિધા ઉભી કરવામાં આવશે. જેટલા પણ કેસ કાઉન્ટરો આવેલા છે. તમામ કાઉન્ટરો પર ક્યુ આર કોર્ટ સ્વીપ મશીન ની સુવિધા ઉભી કરવામાં આવશે. ટૂંક સમયમાં ડિજિટલ પેમેન્ટ ન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.


65 જાતની કેરી અને 40 જાતના કેળાં, આ ખેડૂતે બાગાયતી પાકોનું રમણભમણ કરી નાખ્યું


ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી અને ઓધોગિક,શૈક્ષણિક કે આરોગ્ય ક્ષેત્રે ડિજિટલ પેમેન્ટની સુવિધા જોવા મળે છે. વર્ષો વીતી ગયા છતાં પણ નવી સિવિલ હોસ્પિટલમાં આજદિન સુધી ડિજિટલ પેમેન્ટની સુવિધા કેમ ઉપલબ્ધ કરવામાં આવી નથી? સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય છે. જ્યારે હાલ તો નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્સ ટૂંક સમયમાં ડિજિટલ પેમેન્ટ સેવા ઉપલબ્ધ કરવા જણાવી રહ્યા છે. હવે જોવું એ રહેવું કે ક્યારે આ સુવિધા ઉપલબ્ધ થશે અને દર્દીઓને છૂટા પૈસાની ઝંઝટ રાહત મળશે.