મૌલિક ધામેચા/ અમદાવાદ :  ટ્રાફિક વિભાગે શુક્રવારે  રીક્ષા  એસોસિએશન અને તેના કેટલાક સભ્યો સાથે રોડ પર પાર્કિંગ બાબતે મહત્વની ચર્ચા કરવા એક બેઠક યોજી હતી. જેમાં રીક્ષા ચાલકોને પડતી હાલાકી માટેની ચર્ચા કરવામાં આવી હતી. રિક્ષા ચાલકોને વધુ સ્ટેન્ડ ફાળવવામાં આવે તેવી પણ રજુઆત રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT ની મહિલાએ દુબઇમાં કર્યું એવું કે શેખ આભાર માનતા નથી થાકતા, આપ્યો પ્રશસ્તી પત્ર


અમદાવાદમાં સારી રીતે ટ્રાફિક સિસ્ટમ જળવાઈ રહે અને ટ્રાફિક નિયમોનું પાલન વાહન ચાલકો કરે તો અનેક સમસ્યાઓ આપ મેળે ઉકેલાઈ શકે છે. પરંતુ કેટલા વાહનચાલકો અને અનધિકૃત પાર્કિંગને પગલે ટ્રાફિકને લગતી સમસ્યાઓ વધી છે. તેવામાં રિક્ષાઓને કારણે વાહન ચાલકોને કોઈ તકલીફ ના પડે તેની ખાસ ચર્ચા માટે અમદાવાદ ટ્રાફિક વિભાગના જોઈન્ટ પોલીસ કમિશ્નર મયંકસિંહ ચાવડા અને રીક્ષા ચાલક એસોસિએશનના સભ્યો સાથે એક બેઠક યોજવામાં આવી. હાલ અમદાવાદ શહેરમાં 2 લાખ 50 હજાર જેટલી રિક્ષાઓ છે. તેની સામે રીક્ષા સ્ટેન્ડ માત્ર 22 હજાર છે. જેને લઈને સ્ટેન્ડ વધારવા આવે તેવી રજુઆત બેઠકમાં ટ્રાફિકના અધિકારીને કરવામાં આવી છે. 


કાલોલમાં શરમજનક ઘટના: આ પાકિસ્તાન નહી ગુજરાત છે, આ કોઇ આઝાદીના લડવૈયા નહી અસામાજીક તત્વો છે


બીજી તરફ પોલીસે પણ રિક્ષા ચાલકોને સજાગ કરી કેટલાક સૂચનો કર્યા. જેમાં મહત્વનું સૂચન રીક્ષા એસોસિએશનને કરવામાં આવ્યું કે, જાહેર રોડ થી 50 મીટર સુધી રિક્ષાઓ પાર્ક કરવામાં ના આવે તો ટ્રાફિક હળવો થઈ શકે છે. રિક્ષાને સમયાંતરે ઉભી રાખવામાં આવે તો લોકોને વાહન ચલાવામાં ઓછી તકલીફ પડે તેવી પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથો સાથ ગરીબ રીક્ષા ચાલકોને પણ ટ્રાફિક પોલિસ કારણવગર હેરાન ના કરે તે પણ જરૂરી છે. રીક્ષા સ્ટેન્ડ વધુમાં આપવામાં આવે તો રીક્ષા ચાલકોને પણ ખોટો દંડ ના ભોગવવો પડે.


પહેલાની સરકારમાં ખેડૂતો જમીન ગીરવે મુકતા ત્યારે સારવાર થતી આજે ફ્રીમાં સારવાર થાય છે


ટ્રાફિકના જેસીપી કોરોના કાળ અને લોકડાઉન જેવી પરિસ્થિતિમાં રીક્ષા ચાલકોએ ઇમરજન્સીમાં લોકોની મદદ કરી હોવાની વાત કરી અને પોતાનો ગેસ બાળીને પણ પોલીસને મદદ કરી હતી. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા શહેરના ટ્રાફિકને હળવો કરવા અનેક ઇનીસિયેટિવ ટ્રાફિક પોલીસ લઈ રહી હોવાનું દેખાઈ રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube