બ્રિજેશ દોશી/અમદાવાદ: રાજ્યના મહિલા બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યની કોઈ આંગણવાડીમાં અતિકુપોશિત બાળકોના પોષણ માટે ઇંડા આપવાની કોઈ યોજના છે જ નહિ. આવો પાયલોટ પ્રોજેક્ટ કોઈ જિલ્લામાં કરવામાં આવ્યો નથી. તેમણે દાહોદ જિલ્લાની આંગણવાડીના અતિકૂપોષિત બાળકોને ઇંડા પોષક આહાર તરીકે આપવાના પાયલોટ પ્રોજેક્ટ અંગે પ્રસિદ્ધ થયેલા અખબારી અહેવાલોના સંદર્ભમાં આ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, આંગણવાડીના બાળકોને કઠોળ સોયાબીન રેડી ટુ ઇટ ટેઇક હોમ રાશન અને  આદિજાતિ વિસ્તારોમાં દૂધ સંજીવની યોજના અન્વયે દૂધ પોષક આહાર તરીકે આપવામાં આવે જ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ અધિકારીઓ રાત્રે અમારા ઘરે આવે છે: હાર્દિકની પત્નીનાં ચોંકાવનારા આક્ષેપ


મધ્યાન ભોજન યોજનામાં પણ સરકાર સાથે સ્વૈચ્છિક દાતાઓ તિથિ ભોજન અંતર્ગત સાત્વિક પોષક આહાર આપે છે. આંગણવાડીઓમાં જન ભાગીદારીથી પણ ફળ, કઠોળ, સુખડી, શીરો, રાગી લાડુ વગેરે પૂરક પોષણ અપાય જ છે એટલે ઇંડા આપવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં અહિંસા અને જીવદયાની કરુણા સંવેદના સાથે કાર્યરત રાજ્ય સરકાર આવી ઇંડા આપવાની કોઈ જ યોજના અમલી બનાવશે નહિ જ એમ મહિલા બાળ કલ્યાણ મંત્રીએ ભારપૂર્વક ઉમેર્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube