ગાંધીનગર : ગુજરાત સરકારે એક તરફ 100 ટકા રસીકરણના ટાર્ગેટની જાહેરાત કરી છે. બીજી તરફ રસીની અછત જોવા મળી રહી છે. જેના કારણે શહેરોમાં લોકો લાંબી લાંબી લાઇનોમાં ઉભા રહેવા મજબુર બન્યા છે. તેમ છતા પણ રસી નથી મળી રહી. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બેઠક બોલાવીને તમામને રસીકરણ માટેના ટાર્ગેટ આપી દેવા ઉપરાંત રસીની અછત દુર કરવા માટેનો આદેશ કરી દેતા અધિકારીઓ અસમંજસમાં ફસાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકાર દ્વારા વેક્સિનેશન 100 ટકાએ પહોંચાડવા આદેશ તો અપાયો પરંતુ રસીનો જથ્થો જ ન મળી રહ્યો હોય તેવી સ્થિતિમા અછત કઇ રીતે દુર કરવી તે અંગે અધિકારીઓ ભારે મુંઝવણમાં મુકાયા છે. બેઠકમાં કોરોનાની ત્રીજી લહેર અંગે સરકારે તૈયાર કરેલા એક્શન પ્લાનથી તમામ કલેક્ટર અને ડીડીઓને વાકેફ કરાયા છે. ત્રીજી લહેર પહેલા 100 ટકા રસીકરણ કરવા માટે આદેશ અપાયો છે. 


એક તરફ રાજ્યમાં રસીની ભારે અછત સર્જાઇ છે. તો બીજી તરફ રાજ્ય સરકાર 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક રાખી રહી છે. આ આદેશનું પાલન કઇ રીતે કરવું તે અંગે ભારે અવઢવમાં છે. હાલ તો મીટિંગમાં હથેળીમાં સરકારે ચાંદ દેખાડ્યો અને અધિકારીઓએ પણ હામાં હા મિલાવી હતી પરંતુ યોજના ગ્રાઉન્ડ પર કઇ રીતે ઉતારવી તે અંગે અવઢવમાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube