મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરનાં વાડજ વિસ્તારની એક યુવતી સાથે પ્રેમસબધમાં વિશ્વાસઘાત થયો. આ વાત ભલે સામાન્ય લાગતી પણ યુવતીએ પ્રેમ સબંધનો દુખદ અંત આવ્યો છે. પ્રેમીએ મૈત્રી કરાર રદ કરીને યુવતીને ઘરની બહાર કાઢી મુકતા પ્રેમી વિરૂદ્ધ આ ફરિયાદ નોંધાઇ છે. જોકે હાલ યુવતીને તરછોડી દેતા યુવતીએ પોતાના માતા પિતાનો સહારો લેવો પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદાર આંદોલન મુદ્દે DGP શિવાનંદ ઝા અને એસપીજી IG રાજીવ રંજન ભગતને રાહત


વાડજમાં યુવતીને પ્રેમ કરવો મોઘો પડયો છે, કારણ કે તેણે પોતાના પ્રેમી પર વિશ્વાસ રાખીને મૈત્રી કરાર કર્યો હતો. અને પ્રેમીએ વિશ્વાસ ઘાત કર્યો. વાત એવી છે કે વાડજમા રહેતી યુવતીનું પવન પરમાર સાથે કોલેજમા પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતી 18 વર્ષ પૂર્ણ હતા જયારે યુવકના 21 વર્ષ પુર્ણ નહિ થતાં પ્રેમમા અંધ યુવતીએ પ્રેમી સાથે મૈત્રી કરાર કર્યો. જોકે પ્રેમીના પુખ્તવય બાદ લગ્નના નિર્ણયને પરિવારે સંમતી આપી હતી. પરંતુ મૈત્રી કરારમા સાથે રહેતા બંન્ને વચ્ચે તકરાર અને મનદુખ શરૂ થયુ. યુવકે આઠ મહિના બાદ યુવતીને ઘરની બહાર કાઢી મુકી અને મૈત્રી કરાર રદ કર્યો. પ્રેમીનાં આ કૃત્યથી આઘાતમા આવેલી યુવતીએ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી. યુવતીઓને મૈત્રી કરારથી દૂર રહેવાની સલાહ આપી.


[[{"fid":"251553","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":"આરોપી યુવક"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":"આરોપી યુવક"}},"link_text":false,"attributes":{"title":"આરોપી યુવક","class":"media-element file-default","data-delta":"1"}}]]
(આરોપી યુવક)


બજેટ 2020: ગુજરાતના વેપારીઓની સરકાર પાસેથી બજેટમાં શું છે આશા અને અપેક્ષા


પ્રેમી પંખીડાના પ્રેમનો આઠ મહિનામા અંત આવ્યો હતો. પ્રેમી યુવક પવન પરમાર હાલ કોલેજનાં બીજા વર્ષમા બીકોમમા અભ્યાસ કરે છે. યુવતી પણ કોલેજમા અભ્યાસ કરે છે. જો કે આ બંન્ને કેવી રીતે પરિચયમાં આવ્યા તેની વાત કરીએ તો  એક વર્ષ પહેલા તેઓ પરિચયમા આવ્યા, પ્રેમ થયો અને લગ્ન જીવનના સપના દેખ્યા. પંરતુ લગ્ન કાયદાની રીતે નહિ થતા તેમણે મૈત્રી કરાર કર્યો હતો. જયારે આ યુવતી વિરૂધ્ધ પવનના પરિવારે પણ મારામારીનો આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી. વાડજ પોલીસે બન્નેની ક્રોસ ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે. 


બજેટ 2020: મોરબીના સિરામિક અને ઘડીયાળ ઉદ્યોગને બજેટમાં આ છે આશા-અપેક્ષાઓ


હાલ વાડજ પોલીસે યુવતીની ફરિયાદ લઈને પ્રેમી વિરૂધ્ધ બળાત્કાર અને શોષણનો ગુનો નોંધ્યો છે. જયારે સામા પક્ષે યુવકના પરિવારની મારામારીની ફરિયાદ નોંધી છે. ત્યારે આ કિસ્સા પરથી એટલું સાબિત થયું છે કે, ચટ મંગની પટ બ્યાહનો આ દુખદ અંત છે.ત્યારે પોલીસે બન્ને પક્ષે નિવેદન લઈને આરોપીની ધરપકડ કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube