ગાંધીનગરઃ ગુજરાતમાં એક તરફ નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે તો બીજીતરફ કોરોના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકના સામે આવેલા આંકડા પ્રમામે ગુજરાતમાં બુધવાર કરતા ગુરૂવારે કોરોના કેસ વધી ગયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34 કેસ સામે આવ્યા છે. મહત્વનું છે કે બુધવારે સામે આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં 26 કેસ સામે આવ્યા હતા. નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8 લાખ 26 હજાર 244 પર પહોંચી ગયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 10 હજાર 86 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 15 હજાર 943 લોકો સાજા થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શહેરમાં વધ્યા કેસ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ અને વલસાડમાં કોરોના કેસમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 7 નવા કેસ સામે આવ્યા છે તો વલસાદમાં પણ સાત કેસ નોંધાયા છે. સુરત જિલ્લામાં કુલ 9 કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં ત્રણ, જૂનાગઢ, કચ્છ, નર્મદામાં બે-બે કેસ નોંધાયા છે. મહેસાણા અને નવસારીમાં એક-એક કેસ સામે આવ્યો છે. 


આ પણ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલે રસ્તાના સમારકામ માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને 2 કરોડની ગ્રાન્ટ ફાળવી 


રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ફરી 200ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં આજની તારીખે એક્ટિવ કેસ 215 છે, જેમાં 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 10 હજાર 86 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 15 હજાર 943 લોકો સાજા થઈ ગયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.75 ટકા છે. 


રાજ્યમાં રસીકરણના આંકડા
ગુજરાતમાં આજે સાંજે 4 કલાક સુધીમાં કોરોના વેક્સીનના 3 લાખ 33 હજાર 430 ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 6 કરોડ 59 લાખ 98 હજાર 048 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube