ગૌરવ પટેલ/અમદાવાદ: શહેરમાં BRTS બસમાં વધારો થવા જઈ રહ્યો છે. આવતીકાલથી BRTSના 4 નવા રૂટ શરૂ થવા જઈ રહ્યા છે. શહેરમાં 60 નવી ઈલેક્ટ્રીક બસ શરૂ કરાશે. જેમાં વાસણાથી હંસપુરા, નહેરૂનગરથી સાઉથ બોપલ રૂટ, નહેરૂનગરથી સાણંદ, મણીનગરથી એરપોર્ટ રૂટ પર શરૂ થવા જઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ જનમાર્ગ લી.દ્વારા બી.આર.ટી.એસ.ના મુસાફરો માટે પ્રદુષણરહિત જાહેર પરિવહન પુરી પાડવાના પ્રયાસરૂપે ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીથી સુસજ્જ 60 ઇલેકટ્રીક બસોના તેમજ 4 નવા રૂટના પર બીઆરટીએસ દોડવાનું આયોજન કરાયું છે. BRTS કોરિડોર વિના જ જનરલ ટ્રાફિકમાં BRTS દોડશે. 


BRTSના 4 નવા રૂટ નીચે મુજબ છે
1. ( રૂટની નામ ) 
વાસણાથી હંસપુરા રીંગ રોડ
નવા સ્ટેશનના નામ 
મુકિતધામ નરોડા -હરિદર્શન ચાર રસ્તા - સ્વામીનારાયણ પાર્ક - સ્થાપત્ય એલિગન્સ - હંસપુરા રીંગ રોડ 


2. (રૂટની નામ) 
નહેરુનગરથી સાણંદ સર્કલ (નવો રૂટ) 
નવા સ્ટેશનના નામ 
કર્ણાવતી કલબ – પ્રહલાદનગર ક્રોસ રોડ - મકરબા રોડ - સાણંદ સર્કલ 


૩. (રૂટના નામ) 
નહેરુનગરથી સાઉથ બોપલ બીઆરટીએસ ટર્મિનસ (નવો રૂટ) 
નવા સ્ટેશન નામ 
સોબો સેન્ટર - સુખાસન ચાર રસ્તા - સાઉથ બોપલ બીઆરટીએસ ટર્મિનસ 


4. (રૂટના નામ) 
મણિનગરથી એરપોર્ટ ( વાયા ગીતા મંદિર , કાલુપુર , સિવિલ હોસ્પીટલ ) ( નવો રૂટ ) 
નવા સ્ટેશનના નામ 
સિવિલ હોસ્પીટલ 


અત્રે નોંધનીય છે કે, આમ 60 બસોના ફલીટ વિસ્તરણ અને 4 નવા રૂટથી કુલ 200 ઇલેકટ્રીક મીડી એસી બસોનું સંચાલન અમદાવાદ જનમાર્ગ લી . દ્વારા કરવામાં આવશે. અમદાવાદ જનમાર્ગ લી . બી.આર.ટી.એસ ની કટીબદ્ધતાના ભાગરૂપ વધુ 60 ઇલે. બસો અદ્યતન પ્રકારના 18 ફાસ્ટ ચાર્જર ધરાવતાં બસ ડેપો સાથે તા . 3/12/2021 શુક્રવારથી ફલીટમાં સામેલ કરવામાં આવનાર છે. આમ, અંદાજીત રૂા. 100 કરોડના ખર્ચે અમદાવાદ શહેરની જાહેર પરવિહન સુવિધામાં બસ ફ્રીકવન્સી વધારા અને રૂટ વિસ્તરણથી બસ મુસાફરોને લાભ મળશે..


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube