ડરામણી આગાહી; આગામી 24 કલાકમાં મેઘો કહેર વર્તાવશે, આ 2 જિલ્લામાં પાકનો થઈ શકે છે સર્વનાશ
Weather Forecast : હાલ ફરી એકવાર સમગ્ર ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર આવ્યો છે. આકાશમાં વાદળો ઘેરાયા છે. આકાશ મા વાદળો ઘેરાતા ફરી એક વખત જગતનો તાત ચિંતામાં મુકાયો છે. રાયડો, એરંડા સહીતના પાકોમાં રોગચાળો આવે તેવી ભીતિ છે.
Gujarat Weather Forecast : કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યનું વાતાવરણ પલટાયું છે. દ્વારકામાં ભર શિયાળે માવઠાનો પ્રકોપ જોવા મળ્યો છે. દ્વારકાના કલ્યાણપુર પંથકના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. એક સાયકલોનિક સર્ક્યુલેશન રાજસ્થાનમાં સક્રિય થતા એટલે દેશના ઉત્તરીય પર્વતોમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે.
અંબાલાલની ડરામણી આગાહી
અંબાલાલ પટેલે આજથી બે દિવસની કમોસમી વરસાદની આગાહી કરતા લોકો અને ધરતીપુત્રો ચિંતામાં પેઠા છે. 22 અને 23 ડિસેમ્બરે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. પરંતુ હા...અરબ સાગરથી આવતા વાદળો ઘણી ઊંચાઈ પર છે, જે વરસાદ આપવા સમર્થ ન હોવાને કારણે કમોસમી વરસાદ પડવાની શક્યતા ઓછી છે. પરંતુ 25 ડિસેમ્બરથી રાજ્યમાં આકરી ઠંડી પડશે. આ વખતે વેસ્ટન ડીસ્ટર્બન્સ નબળા આવવાના કારણે એક સ્ટડી પ્રમાણે ઉત્તર એટલાન્ટિકમાં લો પ્રેશર બનવું જોઈએ તેના બદલે હાઈ પ્રેશરની સ્થિતિ બની છે. વેસ્ટન ડીસ્ટર્બન્સ નબળું હોવાના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા જોવા મળી રહી નથી. હિમવર્ષા ન થતા ઠંડીની અસર ઓછી વર્તાઈ રહી છે. બીજી તરફ 10 કિલોમીટર ઉપર જેટ સ્ટ્રીમ સપોર્ટ ન કરતા વેસ્ટન ડિસ્ટર્બન્સ નબળું પડી રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી
ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં હળવા વરસાદની શક્યતા દર્શાવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે. અરબસાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની આગાહી કરી છે. જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે, ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે. કચ્છ અને જામનગરમાં વીજળી સાથે વરસાદની શક્યતા છે, જ્યારે નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી બેથી ત્રણ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહી થાય. નલિયામાં 11 થી 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જયારે અમદાવાદમાં 15 થી 17 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. જેમાં અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબસાગરથી પવન ભેજ લઈને આવતા હોવા હોવાથી હળવા વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં ગમે ત્યારે વરસાદ આવી શકે છે.
ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે
અંબાલાલ પટેલની આગાહી પણ ખતરનાક છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યુ હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે. તો ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે, નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે. આવતીકાલ 23 ડિસેમ્બર બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. 23 મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. કરા અને ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. 23 મીએ ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થશે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર સમગ્ર ગુજરાતમાં ફરી વળશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો સહન કરવો પડશે.