સદીના સૌથી લાંબા ચંદ્વગ્રહણ વિશે તમારે આ 7 વાતો જાણવી જરૂરી
આ ચંદ્વગ્રહણ લગભગ એક કલાક 43 મિનિટ સુધી રહેશે. ચંદ્વગ્રહણ દરમિયાન ચંદ્વ આછા લાલ રંગનો થઇ જાય છે. એટલા માટે દુનિયાભરમાં તેને બ્લડ મૂન (blood moon) કહેવામાં આવે છે.
નવી દિલ્હી: સદીના સૌથી લાંબા પૂર્ણ ચંદ્વગ્રહણ આજે એટલે કે શુક્રવારની રાત્રે લાગશે. આ ચંદ્વગ્રહણ લગભગ એક કલાક 43 મિનિટ સુધી રહેશે. ચંદ્વગ્રહણ દરમિયાન ચંદ્વ આછા લાલ રંગનો થઇ જાય છે. એટલા માટે દુનિયાભરમાં તેને બ્લડ મૂન (blood moon) કહેવામાં આવે છે. આ ચંદ્વગ્રહણ સમગ્ર ભારતમાં જોવા મળશે અને તેને કોઇપણ ઉપકરણ વિના જોઇ શકાશે. દુનિયાભરના વૈજ્ઞાનિક આ અદભૂત ખગોળિયા ઘટના પર શોધ માટે નજરો મંડમંડરાયેલી છે. આ પૂર્ણ ચંદ્વગ્રહણ વિશે સાત રોચક વાતો વાંચો.
1. અમેરિકી અંતરિક્ષ એજેંસી નાસાના અનુસાર આ પૂર્ણ ચંદ્વગ્રહણને દક્ષિણ આફ્રીકા, યૂરોપ, આફ્રીકા, એશિયા અને ઓસ્ટ્રેલિયામાં જોઇ શકાશે. પૂર્ણ ચંદ્વગ્રહણ દરમિયાન ચંદ્વ પોતાની રોશનીથી વધુ ચમકદાર લાગશે.
2. ચંદ્વગ્રહણનો સમગ્ર ઘટનાક્રમ લગભગ ચાર કલાક સુધી ચાલશે. પરંતુ પૂર્ણ ચંદ્વગ્રહણ ફક્ત એક કલાક 43 મિનિટ સુધી સીમિત રહેશે.
3. આ ચંદ્વગ્રહણ દરમિયાન મંગળ ગ્રહ પણ નજર આવશે. વિશેષજ્ઞોના અનુસાર 27 જુલાઇને જ ભારતીય સમયાનુસાર સવારે 10:30 વાગે મંગળ ગ્રહ પણ પૃથ્વીની ખૂબ નજીક આવી જશે. તેનાથી પૃથ્વી પરથી જોવું શક્ય બનશે. 27 જુલાઇએ રાત્રે મંગળ ગ્રહને જોઇ શકાશે. તેને પૃથ્વીના કેટલાક ભાગોમાં નરી આંખે પણ જોઇ શકાશે.
4. આમ તો મંગળ ગ્રહ 27 જુલાઇથી દેખાવવાનું શરૂ થશે. પરંતુ આ લાલ ગ્રહ 31 જુલાઇને પૃથ્વીની ખૂબ નજીક હશે. તે દિવસે પૃથ્વી અને મંગળનું અંતર 57.61 લાખ કિમી હશે. એટલા માટે તેને સરળતાથી જોઇ શકાશે. આ પહેલાં આવી ઘટના 15 વર્ષ પહેલાં થઇ હતી.
5. ગ્રહણ દરમિયાન ચંદ્વમા લાલ રંગ થઇ જાય છે અને તેની પાછળનું કારણ છે જ્યારે સૂરજ અને ચંદ્વમા વચ્ચે પૃથ્વી આવે છે તો સૂર્યના કિરણો અટકી જાય છે. ત્યારબાદ સૂર્યના જે પણ કિરણો ચંદ્વ સુધી પહોંચે છે તે આપણી પૃથ્વીના છેડા સાથે ટકરાઇને ત્યાં સુધી પહોંચી જાય છે. મોટાભાગના રંગોની રોશની વેવલેંથ ઓછી થઇ જાય છે. આ વાદળી, વાયલટ અને લીલા રંગની હોય છે.
6. ભારતીય સમયાનુસાર, દેશમાં ચંદ્વગ્રહણ મોડી રાત્રે 11 વાગ્યે 54 મિનિટ પર શરૂ થશે. મોડીરાત્રે 1 વાગ્યે 51 મિનિટ પર ચંદ્વગ્રહણ પોતાના સર્વોચ્ચ સ્તર પર થશે, આ જ પૂર્ણ ચંદ્વગ્રહણ થશે. ધીરે-ધીરે ગ્રહણની અસર ઓછી થશે. શનિવારે સવારે 4 વાગે અસપાસ તેની અસર ખતમ થશે.
7. 27 જુલાઇએ યોજાનાર ચંદ્વગ્રહણ 2018નું બીજું ચંદ્વગ્રહણ થશે. તે પહેલાં 31 જાન્યુઆરીએ ચંદ્વગ્રહણ પડ્યું હતું. તે દિવસે એક કલાક 16 મિનિટ સુધી ચાલશે. તે દિવસે આ એશિયા, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત ક્ષેત્ર અને ઉત્તર અમેરિકામાં દેખાયું હતું.