Most Dangerous Cities Of United States: ગુજરાતીઓને મોકો મળે તો તેઓ કંઈ પણ રિસ્ક લેવા તૈયાર હોય છે. દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. સામાન્ય રીતે આ સ્થળોએ રહેતા લોકો માટે જોખમ પણ હોઈ શકે છે. ઘણા દેશોમાં કેટલાક શહેરો એવા છે જ્યાં લોકો જતા ડરે છે. આજે આપણે અમેરિકાના કેટલાક એવા શહેરો વિશે જાણીએ જ્યાં રહેવું જોખમથી ઓછું નથી. આ શહેરમાં રહેવું એ ખતરનાક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં, આ શહેરોમાં ગંભીર ગુનાઓ ખૂબ જ સામાન્ય બની ગયા છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ અહીં રહેવા માંગે છે તો પણ તેને આ સ્થિતિનો ક્યારેક સામનો કરવો પડી શકે છે. આ શહેરોમાં જાતીય સતામણી, હત્યા, અપહરણ, આતંકવાદ, બળાત્કાર, ગોળીબાર જેવી ઘટનાઓ સામાન્ય છે. આ જ કારણે તે યુએસના સૌથી હિંસક શહેરોમાંનું એક માનવામાં આવે છે.


આ છે અમેરિકાનું સૌથી ખતરનાક શહેર 
યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી ખતરનાક શહેર ડેટ્રોઇટ, MI છે. ડેટ્રોઇટમાં અપરાધ દર 100,000 લોકો દીઠ 2,007.8 ઘટનાઓ  છે. વર્ષ 2018માં અહીં કુલ 261 હત્યાઓ થઈ હતી. તમને જણાવી દઈએ કે હિંસક અપરાધની ઘટનાઓમાં 2,000નો આંકડો પાર કરનાર અમેરિકાનું આ એકમાત્ર શહેર છે. વર્તમાન વસ્તી 7,00,000 કરતાં ઓછી હોવા છતાં આ શહેરમાં 2018માં લગભગ 13,500 હિંસક ગુનાઓ નોંધાયા છે. આ ખૂબ જ ખતરનાક આંકડો માનવામાં આવતો હતો.



અમેરિકાના આ શહેરોમાં ક્રાઈમ રેટના આંકડા ચોંકાવનારા 
મેમ્ફિસ યુએસના સૌથી ખતરનાક શહેરોમાં બીજા ક્રમે આવે છે, જ્યાં અપરાધ દર ડેટ્રોઇટ કરતા થોડો ઓછો છે પરંતુ અન્ય શહેરો કરતા ઘણો વધારે છે. આ પછી બર્મિંગહામ ત્રીજા સ્થાને, બાલ્ટીમોર ચોથા સ્થાને અને સેન્ટ લુઈસ શહેર સૌથી વધુ ગુનાઓના મામલે પાંચમા સ્થાને છે.


સૌથી ખતરનાક શહેર?
તમને જણાવી દઈએ કે અમેરિકાના સૌથી ખતરનાક શહેરોનું મૂલ્યાંકન કરવા માટે, 24/7 વોલ સ્ટ્રીટે FBIના 2018 યુનિફોર્મ ક્રાઈમ રિપોર્ટનું મૂલ્યાંકન કર્યું હતું, જેમાં હત્યા, બળાત્કાર, લૂંટ અને ગંભીર હુમલા જેવી ઘટનાઓ પર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ યાદીમાં માત્ર એવા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેની વસ્તી 1,00,000થી વધુ છે. ગુજરાતીઓ મોટાભાગે અમેરિકા જાય છે. જ્યાં તેઓ મોટાભાગે રહેવા માટે મેક્સિકો પસંદ કરતા આવ્યા છે.  આમ છતાં તમારા પરિવારમાંથી કોઈ અમેરિકા રહેતું હોય કે અમેરિકા જવાનું હોય તો આ શહેરોને એવોઈડ કરે એ જરૂરી છે.