ગુજરાતના આ ઉમેદવારોનો છે ગુનાહિત ઇતિહાસ, જાણો કોની પર છે કેટલા કેસ
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ અને કોગ્રેસ દ્વારા પ્રથમ વખતે સૌથી ઓછા ક્રાઇમ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. 26 બેઠકો પર ભાજપ અને કોગ્રેસના 52 ઉમેદવારોમાંથી માત્ર 8 ઉમેદવારો જ ક્રાઇમ રેકોર્ડ ધરાવે છે.
હિતલ પારેખ/ગાંધીનગર: લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ અને કોગ્રેસ દ્વારા પ્રથમ વખતે સૌથી ઓછા ક્રાઇમ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. 26 બેઠકો પર ભાજપ અને કોગ્રેસના 52 ઉમેદવારોમાંથી માત્ર 8 ઉમેદવારો જ ક્રાઇમ રેકોર્ડ ધરાવે છે. જેમાં કોગ્રેસના પાંચ અને ભાજપના ત્રણ ઉમેદવારો પર ગુનાહિત કેસ પોલીસ ચોપડે નોધાયેલા છે. આશ્ચર્ય વચ્ચે સૌથી વધારે કેસ કોગ્રેસના અમદાવાદ પુર્વના ઉમેદવાર ગીતા પટેલ સામે 6 કેસ છે.જયારે ભાજપ અને કોગ્રેસના બંનેના ઉમેદવારોમાંથી 14 ઉમેદવારો 12માં ધોરણ કરતાં ઓછો અભ્યાસ કર્યો છે. જેમાં 10 ઉમેદવારો તો માત્ર ધોરણ-10 સુધીનો જ અભ્યાસ માંડ કર્યો છે.
લોકશાહીના મહાપર્વમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોને દુર રાખવા ચૂંટણી પંચ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. જો કે હજુ તે સંપૂર્ણ સફળ થયા છે. લોકસભાની ચૂંટણીમાં અન્ય રાજયમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની સામે ગુજરાતની સ્થિતિ ધણી સારી ગણી શકાય. ગુજરાતમાં 26 બેઠકોની લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોગ્રેસના 52 ઉમેદવારોમાંથી માત્ર 8 ઉમેદવારો સામે જ પોલીસ ચોપડે ગુનો નોંધાયેલો છે.
લોકસભા ચૂંટણી 2019: ગુજરાત જીતવા માટે હવે ભાજપ જાદુગરોના સહારે
નામ | મતવિસ્તાર | કેટલા ગુના | પક્ષ |
ગીતા પટેલ | અમદાવાદ પૂર્વ | 6 | કોગ્રેસ |
અમિત શાહ | ગાંધીનગર | 4 | ભાજપ |
શેરખાન પઠાણ | ભરુચ | 3 | કોંગ્રેસ |
વી.કે.ખાંટ | પંચમહાલ | 2 | કોંગ્રેસ |
સી.આર.પાટીલ | નવસારી | 1 | ભાજપ |
બાબુ કટારા | દાહોદ | 1 | કોંગ્રેસ |
મિતેષ પટેલ | આણંદ | 1 | ભાજપ |
મુળુ કંડોરિયા | જામનગર | 1 | કોંગ્રેસ |
લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ કેસ કોગ્રેસના ગીતાબહેન પટેલ અને ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે છે. આ આઠ ઉમેદવારોમાંથી 4 ઉમેદવારો સામે માત્ર એક જ ગુનો નોંધાયેલો છે. કોગ્રેસની સરખામણીએ ભાજપમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ઉમેદવારો ઓછા છે.