મિતેશ માળી/વડોદરા : પાદરા તાલુકામાં સરગવાનાં પાકને મોટું નુકસાન. માવઠાના કારણે થયું નુકશાન. ત્રણ કરોડ ઉપરાંતનો પાક ધોવાઈ ગયો. સરગવાના છોડની ડાળીઓ પણ તૂટી પડી. પાદરા તાલુકો સરગવાની રાજધાની તરીકે ઓળખાય છે. સરગવો પાદરાથી દેશના અને રાજ્યો સાથે વિદેશમાં પણ જાણીતો છે. રાજ્યમાંથી વડોદરાના પાદરામાંથી વિદેશમાં પણ થાય છે ટ્રાન્સપોર્ટ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

15 લાખનાં સોનાના ચાંદીના ચોરી કરનાર ઇરાની ગેંગની રાજકોટ ક્રાઇમબ્રાંચે કરી ધરપકડ


સરગવાની રાજધાની તરીકે ઓળખવામાં આવતા પાદરા તાલુકાના ખેડૂતોને હાલના વર્ષે માવઠાના મારથી ભારે નુકસાન થવા પામ્યું છે. પાદરામાં બે દિવસ વરસેલા વરસાદને પગલે સરગવા ખેતી કરતા પાદરાના ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યું હોઈ તેમ લાગી રહ્યું છે. કારણ કે સરગવાના ઝાડ પર આવેલ મોર પણ ભોઈ ભેગો થઈ જવા પામ્યો છે. દર વર્ષે ખેડૂતો સરગવાના પાકની ખેતીમાંથી 3 કરોડ રૂપિયાની આવક થતી હતી, પરંતુ હાલના વર્ષે સરગવાની ખેતીમાં માવઠા થતા જ ખેડૂતોનો પાક ધોવાઈ જવા પામ્યો છે.


રામ મંદિરમાં 1000 વર્ષ સુધી કાંકરી પણ ન ખરે તેવું માળખું બનાવશે સુરતની કમિટી


કમોસમી માવઠાના પગલે ચાલુ વર્ષે 300 વિઘામાં સરગવાની ખેતીને નુકસાન થયું છે. જ્યારે ચાલુ વર્ષે સરગવાનો 20 કિલોનો રૂ.1500નો ભાવ ગગડીને રૂા.700 થી રૂા.800 થઈ ગયો છે. ગત વર્ષે વાવાઝોડાના કારણે થયેલા વાતાવરણના ફેરફારમાં સરગવો થયો જ નહોતો. આમ સતત બીજા વર્ષે સરગવાના પાકને નુકસાન પહોંચ્યું છે. માવઠાને કારણે સરગવાના રૂા. 3 કરોડના એક્સપોર્ટને માઠી અસર થઇ છે. વડોદરા તાલુકામાંથી વડોદરા ઉપરાંત મુંબઈ અને કોલકત્તા, ચેન્નઈ જેવા 10 ઉપરાંત રાજ્યોમાં સરગવો એક્સપોર્ટ થાય છે. સરગવાના સારા ભાવ મળે છે.  ખેડૂતોને સરગવો બગડી જતાં પશુઓને ખવડાવી દેવાનો વારો આવ્યો છે. જ્યારે સરગવાના વૃક્ષને વરસાદના કારણે નુકશાન થવા પામ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube