જયેશ ભોજાણી/ગોંડલ: ગોંડલના 4 વિદ્યાર્થીઓએ મલેશિયામાં ગણિતની સ્પર્ધા યુસી માસમાં ભાગ લીધો હતો અને ટ્રોફી જીત્યા છે. સ્પર્ધામાં ભાગ લીધેલા બાળકોએ 8 મિનિટમાં 200 દાખલા કોઇ પણ પ્રકારના સાધન કે કેલ્યુલેટર વીના ગણ્યા હતા. આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લેવા માટે બાળકોને છેલ્લા ત્રણ મહિનાથી પરફેક્ટ ક્લાસીસના શિક્ષકો તૈયારી કરાવી રહ્યાં હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પર્ધામાં જીત મેળવી બાળકોએ ગોંડલનું નામ આંતરરાષ્ટ્રીય લેવલ પર ગુંજતું કર્યું. બાળકોની સિદ્ધિને કારણે વાલીઓએ પણ ગર્વ સાથે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. બાળકો ને અઘરા લાગતા એવા ગણિત વિષયમાં આ બાળકો એકદમ માહિર છે અને માત્ર 2 મિનિટમાં 100 ગુણાકાર કરી જાણે છે. આ બાળકોને તૈયાર કરવામાં છેલ્લા ત્રણ મહિનાથી પરફેક્ટ કલાસીસના શિક્ષકો દ્વારા જોરદાર મહેનત કરવામાં આવી હતી.


વધુમાં વાંચો...અમદાવાદ: સ્ટેટ મોનિટરિંગ સેલે મહિલા દ્વારા સંચાલિત જુગારધામ ઝડપ્યું, 47 શકુનીઓની અટકાયત


ગોંડલમાં રહેતા ચાર બાળકો બોડા ઓમ તુષારભાઈ, ખીમાણી મિથિલ રાજેશભાઇ, મકવાણા સૌમ્ય નિરવભાઈ અને સોરઠીયા જાનવી રાજેશભાઇએ એક અનોખો રેકોર્ડ બનાવી ગુજરાતનું નામ આગળ વધાર્યું છે. આ ચાર બાળકોએ 8 મિનિટમાં 200 દાખલા ગણવાની સ્પર્ધામાં ભાગ લીધેલ અને તેમાં કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધન કે કેલ્ક્યુલેટર વગર દાખલા ગણીને બોડા ઓમ અને ખીમાંણી મિથિલ એ Bગ્રુપ માં પ્રથમ રનર અપ રેન્ક પ્રાપ્ત કર્યો છે.