નિલેશ જોશી/વાપી: મેટ્રો સીટીઓમાં હાઈ રાઇઝ બિલ્ડીંગોમાં બનતી આગની ઘટનાઓ વખતે અનેક લોકોના જીવ જોખમમાં મુકાય છે. તો ક્યારેક આવી દુર્ઘટનામાં લોકોના જીવ પણ જાય છે. ત્યારે આવી ઘટનાઓને બનતી અટકાવવા અને મોટી જાનહાની ટાળવા ના હેતુ સાથે વલસાડની એક પ્રાથમિક શાળાના નાના વિદ્યાર્થી અને શિક્ષકે બનાવેલી અનોખી લાઇફ સેવિંગ વિન્ડો સિસ્ટમ અનેક રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે. અને આવનાર સમયમાં હાઈ રાઇઝ બિલ્ડીંગોમાં ફાયર સેફટી સિસ્ટમની સાથે આ લાઇફ સેવિંગ વિન્ડો ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ શકે છે. આ કૃતિ હવે જિલ્લા કક્ષા અને રાજ્યકક્ષાના ગણિત વિજ્ઞાન મેળામાં પસંદગી પામી હવે રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતાં શાળાની સાથે સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો, જાણો તારીખ સાથેની આ ભયંકર આગાહી


વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નાનકડા ખેરલાવ ગામની આ છે સરકારી પ્રાથમિક શાળા... આ પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા જિયાંશ મનીષભાઈ પટેલ નામના એક વિદ્યાર્થીએ અને શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક ચેતન પટેલે એક અનોખી કૃતિ બનાવી છે. રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા યોજાતા ગણિત વિજ્ઞાન મેળાઓમાં આ કૃતિ રજૂ કરવામાં આવી હતી. અને આ કૃતિની જિલ્લા કક્ષાથી લઈ રાજ્ય અને હવે રાષ્ટ્રીય કક્ષાએ પણ પસંદગી થઈ છે. નાનકડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી એ બનાવેલી આ કૃતિનું નામ લાઈફ સેવિંગ વિન્ડો છે. 



Mission 2024: લોકસભાની 93 સીટો, ચૂંટણી પહેલાં ભાજપે આ 4 રાજ્યો માટે બનાવી અલગ રણનીતિ


આ લાઇફ સેવિંગ વિન્ડો જોવામાં સામાન્ય લાગશે પરંતુ તેનો ઉપયોગ અને મહત્વતા જાણીને આપને પણ નવાઈ લાગશે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી જે રીતે શહેરોમાં હાઈ રાઇઝ બિલ્ડીંગો બનતી થઈ છે. ત્યારે આ હાયરાઇઝ બિલ્ડીંગોમાં જ્યારે આગની દુર્ઘટના બને છે. ત્યારે આવા સમયે ક્યારેક બિલ્ડિંગમાં લગાવેલી ફાયર સેફટી સિસ્ટમ પણ કામ લાગતી નથી. અને બિલ્ડીંગમાં ફસાયેલા લોકોને મદદ પહોંચતા સમય લાગે છે. 


અમદાવાદમાં ટેસ્ટ મેચ જોવા માટે આવશે PM MODI, આ દેશના PMને પણ અપાયું આમંત્રણ


આથી અનેક લોકો એ જીવ ગુમાવવાનો વારો આવે છે. પરંતુ ખેરલાવ ની આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષકે બનાવેલી આ અનોખી લાઇફ સેવિંગ વિન્ડો પ્રોજેક્ટ દ્વારા આગની દુર્ઘટનાઓ વખતે લોકોના જીવનું રક્ષણ થઈ શકે છે. અને બહારથી કોઈ મદદ પહોંચે એ પહેલા જ બિલ્ડિંગમાં ફસાયેલા લોકો પોતાની જાતેજ જ પોતાના જીવ બચાવી શકે છે. ત્યારે કેવી રીતે આ લાઈફ સેવિંગ વિન્ડો કામ કરશે..?? સાંભળો કૃતિ બનાવનાર વિદ્યાર્થીના પાસેથી.



વર્તમાન સમયમાં શહેરીકરણ વધી રહ્યું છે શહેરોમાં તોતિંગ ઊંચી બિલ્ડીંગોમાં જ્યારે આગની ઘટનાઓ બને છે. ત્યારે બિલ્ડિંગમાં રહેતા અસંખ્ય લોકોના જીવ જોખમમાં મુકાય છે. આવી જ દુર્ઘટનાઓમાં અનેક લોકો જીવ પણ ગુમાવી ચૂક્યા છે. ચાર વર્ષ અગાઉ સુરતમાં બનેલી તક્ષશિલા આગ ની ઘટના માં અનેક માસુમ બાળકોએ પણ જીવ ગુમાવવા નો વારો આવ્યો હતો ત્યારે ખેરલાવની આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકે બનાવેલી આ કૃતિ આવી દુર્ઘટના વખતે સૌથી મહત્વની પુરવાર થઈ શકે છે. કારણ કે નજીવા ખર્ચે જ બિલ્ડીંગોમાં જે રીતે બારીની ગ્રીલ લગાવવામાં આવે છે. 


Pakistan Economic Crisis: જો આ થયું તો પાકિસ્તાનના પરમાણુ બોમ્બ 'છીનવી' લેશે અમેરિકા


એવી જ રીતે આ લાઇફ સેવિંગ વિન્ડો લગાવવામાં આવે છે જે સેન્સર સાથે જોડાયેલી હોય છે. જ્યારે બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે આ સેન્સર કામ કરવાનું શરૂ કરે છે. અને આગ લાગે એ વખતે જ આ અનોખી લાઇફ સેવિંગ વિન્ડો એક તરફ ખસે છે અને તે નીચેની તરફ ઢળે છે અને એક સીડી નો આકાર બને છે. આથી બિલ્ડીંગોમાં ફસાયેલા લોકો આ બારી દ્વારા બહાર આવી અને સીડી થી નીચે ઉતરી પોતાનો જીવ બચાવી શકે છે. આમ આગની દુર્ઘટનાઓ વખતે અતિ મહત્વની સાબિત થઈ શકે છે.


આ લાઇફ સેવિંગ વિન્ડો સિસ્ટમ ને ગણિત વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત કરવામાં આવી હતી અને જિલ્લા કક્ષાથી લઈ આ કૃતિ રાજ્યકક્ષાએ પસંદગી પામી હતી. અને હવે રાજ્યમાંથી પસંદગી પામેલી 60 કૃતિઓમાંથી વલસાડની આ લાઈફ સેવિંગ વિન્ડો કૃતિ રાષ્ટ્રીય લેવલે પસંદગી પામી છે. આથી શાળાના શિક્ષકો અને ગામમાં પણ ઉત્સાહનો માહોલ છે. 



રેલવેમાં 1785 જગ્યાઓ પર બમ્પર ભરતી, બસ માત્ર કરવું પડશે આ કામ, સંપૂર્ણ વિગતો જાણો


આમ રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા યોજાતા ગણિત વિજ્ઞાન મેળાઓમાં બાળકોની છુપાયેલી પ્રતિભાવો બહાર આવે છે. અને આટલા મહત્વના વિષયો પર નાના બાળકો અને શિક્ષકોએ રજૂ કરેલી કૃતિઓ અને આઈડિયા અનેક રીતે ઉપયોગી પુરવાર થઈ શકે છે. ત્યારે ખેરલાવની આ શાળાના બાળકે બનાવેલી આ લાઈફ સેવિંગ વિન્ડોને જો શહેરમાં નવી નિર્માણ પામતી હાયરાઇઝ બિલ્ડીંગોમાં ફીટ કરવામાં આવે તો આવી લાઈફ સેવિંગ વિન્ડો હાઈ રાઇઝ બિલ્ડીંગોમાં લગાવેલી ફાયર સેફટી સિસ્ટમ કરતા પણ વધારે ઉપયોગી અને મહત્વની સાબિત થઈ શકે છે.


કોલેજ સમયમાં યુવતીએ પ્રેમનો પ્રપોઝ ન સ્વીકારાતા પ્રેમીએ દોઢ વર્ષ બાદ ખૂની બદલો લીધો!


દેશમાં વધતા શહેરીકરણ અને હાઇરાઇઝ બિલ્ડીંગો ના વધતા જંગલોમાં આવી આગ જેવી હોનારતો બનતી રહે છે. અત્યાર સુધી તક્ષશિલા જેવી અનેક ઘટનાઓ બની ચુકી છે. જેમાં અસંખ્ય લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે જો વલસાડની આ ખેરલાવની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ બનાવેલી આ લાઇફ સેવિંગ કૃતિ પર વધુ સંશોધન કરી અને નવી નિર્માણ પામનાર બિલ્ડિંગોમાં આ સિસ્ટમ ફીટ કરવામાં આવે તો આ લાઇફ સેવિંગ વિન્ડો અનેક લોકોના જીવ બચાવી શકે છે, સાથે જ આવી દુર્ઘટતાઓ વખતે જાનહાનિ પણ અટકી શકે છે.